પૂર્વ ઝોનના લોકો કચરાની સમસ્યાથી ભારે પરેશાન
(એજન્સી) અમદાવાદ, શહેરમાં પૂર્વ ઝોનના ચાલી વિસ્તારમાં કચરાની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે તે કોન્ટ્રાક્ટરની કચરાગાડી લોકો પાસેથી સુકો અને ભીનો કચરો લઈ તેને પીરાણાની ડમ્પ સાઈટ પર ઠાલવતા હોય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ રોડની સફાઈ કરે છે. શહેરના મુખ્ય રોડની સફાઈ કરવા માટેેે તંત્ર ખાસ સ્વિપર મશીન નો ઉપયોગ પણ કરે છે. જાે કે સફાઈ કર્મચારીઓ અને સ્વિપર મશીનથી થતી રોડની સફાઈ બાદ પણ અનેક કિસ્સામાં લોકોની બેદરકારીના કારણે રોડ પર કચરાના ઢગલાં જાેવા મળતા હોય છે. ખાસ કરીને ચાલી વિસ્તારમાં કચરાની સમસ્યા ઉઠતી રહે છે. મ્યુનિસિપલ સફાઈ કર્મચારીઓ ચાલી વિસ્તારમાં પણ સફાઈ હાથ ધરે છે. આ વિસ્તારની સફાઈ માટે તેઓ કચરા ટ્રોલીનો ઉપયોગ કરે છે.
પૂર્વ ઝોનના અન્ય વોર્ડ કરતા ખાસ કરીને અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમાં આવેલી ચાલીઓમાં કચરાનું પ્રમાણ વધુ જાેવા મળતુ હોય છે. આ અંગે ઉચ્ચ સ્તર સુધી ફરીયાદ કરાઈ છે. જેના કારણે મ્યુનિસિપલ તંત્રના ઉચ્ચ સ્તરેથી આ બંન્નેેેે વોર્ડમાં આવેલી ચાલીઓમાં ઉભી થયેલી કચરાની ફરીયાદોના નિકાલ માટે સફાઈની ગુણવત્તામાં સુધારો કરવા માટે ખાસ ભાર મુકાયો છે. આ સિવાયની અન્ય ચાલીઓમાં પણ સફાઈનું ધોરણ જાળવી રાખવા માટેે પણ તંત્રના ઉચ્ચ સ્તરેથી સંબંધિત અધિકારીઓને આવશ્યક સુચનાઓ આપવામાં આવી છે.