પૂર્વ ઝોનમાં બીજો ડોઝ લેવાનો બાકી છે એવા ૮ર હજારથી વધુ લોકોને સમજાવવા અપીલ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતાં કેસોથી ચિંતીત આરોગ્ય વિભાગ દ્વારા વેકેસિનેશનની સંખ્યા વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વેક્સિનેનનો બીજાે ડોઝ લેવાનો બાકી હોય એવા લોકોને બીજા ડોઝ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત પૂર્વ ઝોનના જુદા જુદા વ?ર્ડમાં વેક્સિનેશનનો બીજાે ડોઝ લેવાનો બાકી છે એવા ૮ર હજારથી વધુ લોકોને રસી અપાવવા ધાર્મિક અને રાજકીય આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
ત્રીજી લહેરમાં અમદાવાદમાં દરરોજ ૮૦૦૦ થી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે. જાે કે કોરોનાના ગંભીર લક્ષણોથી બચવા માટેે એક માત્ર વેક્સિનેશન જ ઉપાય છે. આમ, છતાં હજી પણ કેટલાક લોકોએ વેક્સિન લીધી નથી. પૂર્વે ઝોનના પ વોર્ડમાં જે ૮ર હજાર જેટલા લોકોને વેક્સિનનો બીજાે ડોઝ લેવાનો હજુ બાકી છે. આથી બાકી રહેતા લોકોનેે વક્સિન લેવડાવવા માટેે ગોમતીપુરના કાઉન્સીલર ઈકબાલ શેખ અને ઝૂલ્ફીખાન પઠાણે ર૦ થી વધુ મસ્જીદોના ઈમામ સાહેબો તથા સામાજીક અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરી હતી.
જેમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર જે.એન. વાઘેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ સામલ થયા હતા. જે લોકોને વેક્સિનનો બીજાે ડોઝ લેવાનો બાકી હોય એમને બીજાે ડોઝ લઈ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
પૂર્વ ઝોનના રાજપુરમાં રપ૦૪૯, ગોમતીપુરમાં ૧પપર૩, અમરાઈવાડીમાં ૧૬પ૪૬, વિરાટનગરમાં ૧૧૭૯૭ અને રામોલમાં ૧૩૯૭૬ લોકોને હજુ બીજાે ડોઝ લેવાનો બાકી છે. જે બાબતે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યુ છે. આ બેઠકમાં નુરાની મસ્જીદ, ઝુલતા મિનારા મસ્જીદ, નુરૂલ હસન મસ્જીદ, ચાર મિનારા મસ્જીદ, સાબિર સૈયદ મસ્જીદ, હુસેનની મસ્જીદ, મદીના મસ્જીદ, સહિત આશરે ર૦ જેટલી મસ્જીદના ઈમામ સાહેબો સામેલ થયા હતા.
આ મીટીંગમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જે લોકોને વેક્સિનનો બીજાે ડોઝ લેવાનો બાકી છે તેઓને તમારા માધ્યમથી સમજાવવામાં આવે અને વહેલી તકે બીજાે ડોઝ લઈ સંપૂર્ણ વેક્સિનેટડ બને એવી અપીલ કરવા પેશ ઈમામો સહિતના અગ્રણીઓને વિનંતી કરી હતી. (એન.આર.)