પૂર્વ પતિ અલીને જાેઈને અસહજ થઈ સારા ખાન
મુંબઇ, થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ સારા ખાનના પૂર્વ પતિ અલી મર્ચન્ટે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પૂર્વ પત્ની સારાની હાજરી હોવા છતાં તેને શો લૉક-અપમાં જવામાં કોઈ વાંધો નથી. અલીએ કહ્યું હતું, “હું આ પ્રકારના શોનો ભાગ બનવાનું મને ગમશે. એ વખતે મેં કંઈ ખોટું નહોતું કર્યું કે મારી સાથે સાવ ખરાબ વર્તન થાય.
અલીએ દાવો કર્યો હતો કે, ‘બિગ બોસ ૪’માં સારા સાથે લગ્ન બાદ તેને વિવાદાસ્પદ રોલ મળવા લાગ્યા હતા.) હું શો માટે તૈયાર છું પછી ભલે તેમાં સારા કે બીજું કોઈપણ કેમ ના હોય.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ૧૪મા કન્ટેસ્ટન્ટ તરીકે અલી મર્ચન્ટે ‘લૉક-અપ’માં એન્ટ્રી કરી છે. અલીએ તો કહી દીધું કે તેને શોમાં સારાના હોવાથી કોઈ ફરક નથી પડતો પરંતુ સારાને તેની એન્ટ્રી ખાસ પસંદ નથી આવી. શોના મેકર્સ તરફથી એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અલી સૌને મળે છે અને કહે છે કે તે નવો કેદી છે.
બાદમાં અલી સૌની ગેમના વખાણ કરે છે અને દરેક પાસે જઈને તેમને અભિનંદન પાઠવે છે. આ દરમિયાન જ સારા ત્યાંથી ઊભી થઈને જતી રહે છે અને અલી સામે જાેતી પણ નથી. અલીએ આપેલા ઈન્ટરવ્યૂમાં સારા અંગે કેટલાક ખુલાસા કર્યા હતા. હવે સારા અને અલી આમનેસામને એક જ શોમાં છે ત્યારે તેમની વચ્ચે કેવા તણખા ઝરે છે તે જાેવાનું મજેદાર બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦માં ‘બિગ બોસ ૪’ના ઘરમાં અલી અને સારાએ લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન બે મહિનામાં જ તૂટી ગયા હતા. અલીએ કહ્યું હતું કે, લગ્ન તૂટતાં તેના જીવનમાં વિવાદોનું વંટોળ આવ્યું હતું. તેને વિવાદાસ્પદ રોલ મળવા લાગ્યા હતા અને કંટાળીને તેને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. બાદમાં તે ડીજે બની ગયો. સારા સાથે ડિવોર્સ બાદ અલીએ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અમન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના પણ છૂટાછેડ થઈ ગયા.SSS