પૂર્વ પત્નીએ રિતિકનો વીડિયો શેર કરીને શ્રેષ્ઠ પિતા ગણાવ્યો
મુંબઈ: બોલિવુડનો હેન્ડસમ એક્ટર રિતિક રોશન ૧૦ જાન્યુઆરી ૪૭ વર્ષનો થયો છે. રિતિકના બર્થ ડે પર તેને ફિલ્મી સિતારાઓ અને ફેન્સ તરફથી અઢળક શુભકામનાઓ મળી રહી છે. રિતિકના બર્થ ડે પર તેની પૂર્વ પત્ની સુઝૈન ખાને એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમના દીકરાઓ સાથેની રિતિકની કેટલીક તસવીરો છે.
સુઝૈને બર્થ ડેની શુભકામનાઓ આપતાં લખ્યું, હેપી બર્થ ડે ઇઅી તું જીવનના સૌથી ઉષ્માભર્યા અને સુંદર ભાગ જાેવે તેવી કામના. તારું ૨૦૨૧ અર્થસભર અને ઈશ્વરના આશીર્વાદથી ભરેલું રહે તેવી શુભેચ્છા. રિતિકને સુઝૈને શ્રેષ્ઠ પિતા ગણાવ્યો છે. વિડીયોમાં તેમના દીકરાઓ હૃદાન અને રેહાન જાેવા મળી રહ્યા છે.
રિતિક અને રેહાન-હૃદાનના બીચ વેકેશનની તસવીરો વિડીયોમાં જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં રિતિક અને સુઝૈનના છૂટાછેડા થયા હતા. જાે કે, અલગ થયા પછી પણ કપલ પોતાના બાળકો માટે સંપીને રહે છે. લોકડાઉન દરમિયાન સુઝૈન રિતિકના જૂહુ સ્થિત ઘરે રહેવા ગઈ હતી. જેથી રેહાન અને હૃદાનને મહામારીના સમયમાં મા કે પિતાથી દૂર ના રહેવું પડે. સુઝૈન તેના ઘરે રહેવા આવી તે સમયે રિતિકે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને તેનો આભાર પણ માન્યો હતો.
આ ઉપરાંત રિતિક અને સુઝૈન છૂટા પડ્યા પછી પણ પોતાના બંને દીકરાઓ સાથે ફેમિલી હોલિડે, બ્રંચ કે ફિલ્મો જાેવા જાય છે. શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના બોલિવુડ સેલેબ્સે રિતિક રોશનને બર્થ ડે પર શુભેચ્છા આપી છે. જાે કે, ટાઈગોર શ્રોફની બર્થ ડે વિશે ધ્યાન ખેંચ્યું છે.
ટાઈગર શ્રોફે ‘વૉર’ ફિલ્મનો એક ફાઈટ સીન શેર કરીને રિતિકને ગુરુ ગણાવ્યો છે. ટાઈગરે લખ્યું, “આશા છે કે તમારું આવનારું વર્ષ ધમાકેદાર રહેશે ગુરુજી! તમને સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ મળે. હેપી બર્થ ડે.” આ જ વિડીયો ટાઈગરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરીને લખ્યું છે કે, ‘જે કંઈ શીખ્યો છું એ તમારી પાસેથી શીખ્યો છું.