પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત પાંચ લોકો સામે એફઆઇઆર નોંધાશે

જયપુર, ઉદયપુરના લક્ષ્મી વિલાસ હોટલને સસ્તી કિંમતે વેચવા બદલ આઇઆઇઆર નોંધવા આદેશ આપવામાં આવ્યા છે સીબીઆઇ કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો છે પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત પાંચ લોકો સામે એફઆઇઆર નોંધાશે. સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના જજ પી કે શર્માના માધ્યમથી ભ્રષ્ટાચાર અને છેંતરપીડીના મામલામાં અરૂણ શૌરીની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૨માં અરૂણ શૌરી કેન્દ્રીય મંત્રી હતાં ત્યારે સાડા સાત કરોડમાં હોટલને વેચી હતી અરૂણ શૌરીએ લલિત ગ્રુપને સાડા સાત કરોડમાં લક્ષ્મી વિલાસ હોટલ વેચી હતી જેને પગલે સીબીઆઇ કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે.
ઉદેપુરમાં આવેલી લક્ષ્મી વિલાસ હોટલની કીંમત ૨૫૨ કરોડથી વધુ છે સીબીઆઇએ કેસમાં કોર્ટમાં કલોઝર રિપોર્ટ રજુ કર્યો હતો જાે કે સીબીઆઇ કોર્ટે કલોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જાેધપુર સીબીઆઇ કોર્ટે હોટલની હાલની સ્થિતિની સમીક્ષા કરવા આદેશ કર્યો છે હાલ લક્ષ્મિ વિલાસ હોટલનું સંચાલન આઇટીડીસીને સોંપવામાં આવશે ૨૦૦૨માં લક્ષ્મિ વિલાસ હોટલમાં પુનરોકાણને કારણે બાજયાઇ સરકારનો વિરોધ પણ થયો હતો જાે કે આ હોટલ સસ્તામાં વેચાઇ હોવાના વિવાદ પર પૂર્વ મંત્રી શૌરી સહિત પાંચ લોકો સામે એફઆઇઆર નોંધાશે.HS