પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની હાલતમાં કોઇ સુધાર નહીં
લખનૌ: સંક્રમણને કારણે સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન લખનૌ (એસજીપીજીઆઇ)માં દાખલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની સ્થિતિ પૂર્વવત છે અને તેમને જીવન રક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યા છે.એસજીપીજીઆઇના એક વરિષ્ઠ ચિકિત્સકે કહ્યું કે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજયપાલ કલ્યાણસિંહ જીવન રક્ષક પ્રણાલી પર છે અને તેમની સ્વાસ્થ્યની સ્થિતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી
કલ્યાણ સિંહ ક્રિટિકલ કેયર મેડિસિન નેફ્રોલોજી ન્યુરોલોજી અને કોર્ડિયોલોજી વિભાગોના વરિષ્ઠ ચિકિત્સકોની દેખરેખમાં છે
સંસ્થાનના નિદેશક પ્રો આર કે ધીમાન તેમના આરોગ્યથી જાેડાયેલ તમામ પાસાઓ પર નજર રાખી રહ્યાં છે એ યાદ રહે કે ૮૯ વર્ષીય કલ્યાણસિંહને ગત ચાર જુલાઇએ સંક્રમણ અને સામાન્ય બેહોશીના કારણે એસજીપીજીઆઇના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં આ પહેલા તેમની સાકરવાર ડો રામ મનોહર લોહિયા સંસ્થાનમાં કરવામાં આવી રહી હતી
એ યાદ રહે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોસ્પિટલમાં જઇને કલ્યાણસિંહના ખબર અંતર પુછયા હતાં અને ડોકટરો સાથે વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરી કલ્યાણસિંહના પરિવાર સાથે વાત કરીને પૂર્વ રાજયપાલના આરોગ્ય અંગે પુછપરછ કરી હતી.