પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા

બુલંદશહેર, બુલંદશહેરના નરૌરા રાજ ઘાટ પર યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, યોગી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. ૨૧ ઓગસ્ટે કલ્યાણસિંહનું નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. બુલંદશહેરના નરૌરા રાજ ઘાટ પર થયેલા કલ્યાણસિંહના અંતિમ સંસ્કારમાં ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા તથા કલ્યાણસિંહને અંતિમ વિદાય આપી હતી.
બુલંદશહેરના નરૌરા રાજઘાટમાં પૂરા રાજકીય સન્માન સાથે કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. નરૌરામાં સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
નરૌરા ઘાટ પર કલ્યાણસિંહની અંતિમ સંસ્કારની વિધિ ૨૧ પંડિતોએ કરાવી હતી. અહીના પુરોહિત ચંદ્રપાલ આર્યે જણાવ્યું કે લગભગ ૩ કલાકે કલ્યાણસિંહનું પાર્થિવ શરીર રાજઘાટ પર પહોંચ્યું. મુખાગ્નિ આપ્યાના એક કલાક બાદ વૈદિક મંત્રોચ્ચાર કરાયા હતા. ૨૧ પંડિતોએ અંતિમ સંસ્કારની વિધિ કરાવી હતી.
લખનઉથી તેમના પાર્થિવ શરીરને બુલંદશહેરના નરૌરા રાજઘાટ પર લવાયું હતું. અંતિમયાત્રા દરમિયાન બરોલીના ધારાસભ્ય ઠાકુર દલવીર સિંહના પૌત્ર યુવા ભાજપ નેતા વિજય કુમાર સિંહે કલ્યાણસિંહના રથની આગળ રસ્તા પર દંડવત થઈને પ્રણામ કર્યાં હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જાહેરાત કરી હતી કે રાજ્યના મહત્વના માર્ગોનું નામકરણ કલ્યાણ સિંહને નામે કરવામાં આવશે. મૌર્યએ જણાવ્યું કે “તેમનું સન્માન કરવા માટે અયોધ્યા, લખનૌ, અલીગ,, એટા, બુલંદશહર અને પ્રયાગરાજમાં એક -એક માર્ગ તેમના નામે રાખવામાં આવશે. રામ મંદિર નિર્માણમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. અધિકારીઓને તાત્કાલિક અસરથી દસ્તાવેજાેનો મુસદ્દો તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.HS