Western Times News

Gujarati News

પૂર્વ મ્યુનિ. કમિશ્નરની દહેશત સાચી પડી : ર૦ હજાર કેસમાં આરોગ્ય સુવિધા ભાંગી પડી

કોરોના મામલે જુના-નવા હોદ્દેદારોમાં કોઈ ફરક નથી : કોંગ્રેસ

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં વર્તમાન મ્યુનિ. ટીમ નિષ્ફળ સાબિત થઈ છે. પૂર્વ હોદ્દેદારોની માફક વર્તમાન હોદ્દેદારો પાસે પણ માહિતીનો અભાવ હોય છે તેમજ પ્રજામાં સક્રિય જાેવા મળતા નથી. જયારે મ્યુનિ. કમિશ્નર દ્વારા કેસને વધતા રોકવા કે દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે અસરકારક પગલા લેવામાં આવ્યા નથી જેની સરખામણીએ પૂર્વ કમિશ્નર વિજય નહેરા ઝડપી નિર્ણય લઈ લેતા હતા જેનો લાભ પ્રજાને પણ મળતો હતો તેથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિજય નહેરાને પરત બોલાવવા કોંગી ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નરે જે દહેશત વ્યકત કરી હતી તે સાચી સાબિત થઈ રહી છે.

અમદાવાદ શહેરમાં માર્ચ-ર૦ર૦માં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો હતો તત્કાલીન મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ કોરોના સંક્રમણને રોકવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી કોટ વિસ્તારમાં વધી રહેલા સંક્રમણને નિયંત્રિત કરવા માટે ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો હતો તેમજ કોટ વિસ્તારમાં બાર જેટલા બુથ ઉભા કર્યા હતા જેમાં અવર-જવર કરનાર તમામ લોકોના ટેમ્પરેચર માપવામાં આવતા હતા. એસ.વી.પી હોસ્પિટલમાં તાત્કાલિક ઓકસીજનની ટાંકી પણ બનાવી હતી કોરોના મામલે નાગરીકોની બેદરકારી જાેઈને તેમણે સંયમપૂર્વક નિયમોનું પાલન કરવા સુચના આપી હતી

અન્યથા કોરોના કેસમાં અસામાન્ય વધારો થશે તેવી દહેશત પણ તેમણે વ્યકત કરી હતી તદપરાંત એક સાથે ર૦ હજાર જેટલા કેસ આવશે તો તમામને સારવાર આપવી મુશ્કેલ પડશે તેમ પણ જણાવ્યું હતું પૂર્વ કમિશ્નરની દહેશત હાલ સાચી પડી છે તથા એકટીવ કેસની સંખ્યામાં વધારો થતા જ આરોગ્ય સુવિધા ભાંગી પડી છે, દર્દીઓ એડમીટ થવા માટે વલખા મારી રહયા છે.

સરકાર દ્વારા નિયુકત ઓ.એસ.ડી ગાયબ છે તેમજ મ્યુનિ. કમિશ્નર ઝડપી નિર્ણય લઈ શકતા નથી, આ તમામ કારણોસર ધંધુકાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલે પૂર્વ કમિશ્નરને પરત બોલાવવા માંગણી કરી છે. કોંગી ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યુ હતુ કે વિજય નહેરા સાચા બોલા હતા તેથી તેમનો રાજકીય ભોગ લેવાયો છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેઓ જ અમદાવાદ શહેરને વૈશ્વિક મહામારીમાં વધુ નુકશાનથી બચાવી શકે છે તેમની કામગીરી ભુતકાળમાં પણ સારી રહી હતી તેથી તેમને પરત બોલાવી અમદાવાદ શહેરના નાગરીકોને બચાવવા પ્રયાસ થવા જાેઈએ.

મ્યુનિ. કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીના જણાવ્યા મુજબ કોરોનાના આગામી સમયે જે હોદ્દેદારો સત્તા પર હતા તેઓ પ્રજાથી વિમુખ રહયા હતા તેમજ જાતે જ કવોરેન્ટાઈન થઈ ગયા હતા એક વર્ષ બાદ પરિસ્થિતીમાં કોઈ જ બદલાવ આવ્ય્‌ નથી વર્તમાન હોદ્દેદારો પણ કોરોના મામલે નિષ્ફળ સાબિત થઈ રહયા છે. શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી કાર્યરત હોસ્પિટલોમાં જ તેમને બેડ મળતા નથી ઓકસીજન અને ઈન્જેકશન માટે નાગરીકો વલખા મારી રહયા છે

તેવા સમયે પ્રજાને આશ્વાસનના બે શબ્દો બોલવા કે મતદારોની સમસ્યા દુર કરવા માટે પ્રયાસ થતા નથી માત્ર બે મહીના પહેલા જે લોકો નાગરીકોને ઝુકી ઝુકીને પ્રણામ કરતા હતા તે લોકો હવે મતદારોથી દુર થઈ રહયા છે તે બાબત ખુબજ આઘાતજનક છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.