પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના રિપોર્ટ પોઝીટીવ
નવી દિલ્હી,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસથી પોઝીટીવ થયા છે. સોમવારના રોજ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું કે આ વખત હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ વખતે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરૂ છું કે તેઓ તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય.
જણાવી દઇએ કે 84 વર્ષીય પ્રણવ મુખર્જીને ઉંમરના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012થી 2017ની વચ્ચે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં હતા.
કોરોના વાઇરસનું સંક્રમણ દેશમાં દાવાનળની જેમ ફેલાઇ રહીં છે અને અત્યાર સુધીમાં આ મહામારીની ચપેટમાં ઘણા વીવીઆઇપી આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગત અઠવાડિયા પોઝીટીવ આવ્યાં હતા.