પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાેરદાર અફવા ઉડી
નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીની હાલત હજુ પણ ગંભીર છે. તેઓ હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના નિધનની અફવા ઉડવા લાગી છે. અનેક લોકો ખોટા સમાચારો અને પોસ્ટ શૅર કરીરહ્યા છે. ટિ્વટર પર પ્રણવ મુખર્જીના નિધનની અફવા ટ્રેન્ડ થઈ રહી છે. પરંતુ પરિવાર અને હાૅસ્પિટલ તરફથી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જી હજુ જીવતા છે અને વેન્ટિલેટર પર છે.
પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી અને કાૅંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ ટિ્વટ કરીને કહ્યું છે કે, તેમના પિતા વિશે જે અફવા ફેલાઈ રહી છે તે બિલકુલ ખોટી છે. તેઓએ મીડિયાને આગ્રહ કર્યો કે તેઓ તેમને કાૅલ ન કરે. શર્મિષ્ઠાએ એવું પણ કહ્યું કે તેઓ પોતાના મોબાઇલ ફ્રી રાખવા માંગે છે જેનાથી તેમને હાૅસ્પિટલથી પિતાના હેલ્થને લઈને જાણકારી મળતી રહે.
નોંધનીય છે કે, આર્મી હાૅસ્પિટલ તરફથી આજે જાહેર તાજેતરના મેડિકલ બુલેટિન મુજબ, તેમની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ વેન્ટિલેટરના સપોર્ટ પર છે. આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હાૅસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં સવારથી કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. તેઓ કોમા જેવી હાલતમાં છે. તેમને સતત વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પહેલા પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ ટિ્વટ કરીને જાણકારી આપી હતી કે, તેમની તબિયત હેમોડાઇનેમિકલી સ્થિર છે. એટલે કે તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે. સાથોસાથ હાર્ટ પણ કામ કરી રહ્યું છે.SSS