Western Times News

Gujarati News

પૂર્વ લદ્દાખમાં આર્મીની પીછેહટ પછી ચીની મિલિટરીની મહત્ત્વપૂર્ણ ટીપ્પણી

Files Photo

ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનોની તાજેતરની બેઠકને હકારાત્મક અને રચનાત્મક ગણાવીને ચીની મિલિટરીએ જણાવ્યું હતું ભારત સાથે સીમા સમજૂતીના અમલમાં શ્રેષ્ઠ પ્રગતિ: ચીની સૈન્ય

બેઇજિંગ,
ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનોની તાજેતરની બેઠકને હકારાત્મક અને રચનાત્મક ગણાવીને ચીની મિલિટરીએ જણાવ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં સીમા વિવાદના ઉકેલ માટે ભારત સાથેની સમજૂતીના અમલમાં શ્રેષ્ઠ પ્રગતિ થઈ છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સીનિયર કર્નલ વુ ક્વિઆને બેઇજિંગમાં માસિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમે ચાઈનીઝ ડ્રેગન અને ઇન્ડિયન એલિફન્ટ વચ્ચે સુમેળભર્યા પગલાંની આશા રાખીએ છીએ. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુન વચ્ચે ગયા સપ્તાહે લાઓસની રાજધાની વિએન્ટિયનમાં સકારાત્મક અને રચનાત્મક બેઠક યોજાઈ હતી.

પૂર્વી લદ્દાખમાં મિલિટરી મડાગાંઠને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે ગયા મહિને થયેલા કરારના અમલ પરની પ્રગતિ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનો અમલ કરી રહ્યા છે. હવે અમે શ્રેષ્ઠ પ્રગતિ કરી રહ્યાં છીએ. બંને દેશોની મિલિટરી સીમા વિસ્તારમાં તંગદિલી ઘટાડવાની સમજૂતીનું સખતપણે પાલન કરવું જોઈએ. ભારત અને ચીન વચ્ચે ૨૧ ઓક્ટોબરે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા પરથી સૈનિકોની પરત બોલાવી લેવાની અને પેટ્રોલિંગ કરવાની સમજૂતી થઈ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.