પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબીયત બગડી

નવી દિલ્હી, પૂર્વ પ્રધાનંત્રી મનમોહન સિંહની તબીયત ખરાબ થતાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સ કાર્ડિયો ટાવરમાં ડો. નિતીશ નાયકના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ પૂર્વ પ્રધાનમંત્રીની સારવાર કરી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ છે. AIIMS દિલ્હીમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા તેમને તાવ આપ્યો હતો ત્યારબાદ આજે ડોક્ટરોની સલાહ બાદ દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે.
આ વર્ષે એપ્રિલમાં મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત પણ થયા હતા અને એમ્સમાં થોડા દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. પૂર્વ પ્રધાનમંત્રીએ ચાર માર્ચ અને ત્રણ એપ્રિલે કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. પાછલા વર્ષે એક નવી દવાને કારણે રિએક્શન અને તાવ બાદ પણ મનમોહન સિંહને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે. તેઓ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. એમ્સમાં ૨૦૦૯માં તેમની બાયપાસ સર્જરી થઈ હતી. તેમની ઉંમર ૮૮ વર્ષ છે અને તેમને શુગરની બીમારી પણ છે.SSS