પૂર્વ સીએમની બદનક્ષીનો કેસઃ કોંગ્રેસના નેતાઓ સામે ફોઝદારી કસ નોંધવા હુકમ

(એજન્સી) ગાંધીનગર, કોંગ્રેસના નેતાઓએે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટની એક જમીનમાં પ૦૦ કરોડના કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા હતા.
આરોપો નકારી કાઢ્યા બાદ અમેરીકાથી પરત ફરેલા વિજય રૂપાણીએે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. બીજી માર્ચે દાખલ થયેલા કેસમાં કોર્ટે દલીલો અને પુરાવાને ધ્યાને રાખીનેે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, ગાંધીનગર ઉતરના ધારાસભ્ય અને કોંગ્રેસના દંડક સી.જે ચાવડા સહિત ચાર સામે ફોઝદારી કેસ રજીસ્ટર કરવા અને સમન્સ કાઢવા હુકમ કર્યો હતો.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે.ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે રર મી ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જમીન કૌભાંડના આક્ષેપો કર્યા હતા. સહારા ઈન્ડીયા નામની કંપનીને લાભ કરાવવા માટેે રૂપાણીના મુખ્યમંત્રી કાળ દરમ્યાન કરોડો રૂપિયાના જમીન કૌભાંડ થયા હતા. તેમણે આ બાબતે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરોક્ત ઓક્ષેપોને ફગાવ્યા હતા. અને કોંગ્રેસના ત્રણ નેતા અને પર્સનલ આસિસ્ટન્ટ સહિત ચાર વ્યક્તિ સામે રાજકીય આક્ષેપોનો ગંભીર નોંધ લઈને તેમને બદનામી કરવા બદલ જાહેરમાં માફી માંગે અથવા તો માનહાનિનો કેસ કરવા ચેેતવણી આપી હતી. જાે કે કોગ્રેસના નેતાઓએ આ બાબતે તેમની પાસે પુરતા પુરાવા હોવાનો દાવો કરીને કોર્ટમાં આ પુરાવા રજુ કરશે એવુૃ જણાવીને માફી માંગવા ઈન્કાર કર્યો હતો.
જેનાપગલે રૂપાણીએ ગાંધીનગર ના ૭ માં એડીશ્નલ સીનિયર જજ કે .ડી.પટેલ ની કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. બીજી માર્ચે કોર્ટ સમક્ષ થયલી અરજીમાં ચારેય સામે સીઆરપીસી ની કલમ ર૦ર હેઠળ કાર્યવાહી હાથ ધરવા દાદ માંગવામાં આવી હતી.
કોર્ટે ફરીયાદી રૂપાણીના વકીલની દલીલો નિવેદનો અને પુરાવાને ધ્યાને રાખીને ચારેય પ્રતિવાદીઓ સામે આઈપીસી કલમ પ૦૦, ૧૧પ અન્વયે કાર્યવાહી ચલાવવા અને ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ ર૦૪ હેઠળ ફોજદારી કસ નોંધી સમન્સ કાઢવા નિર્દેશ આપ્યો હતા.