પૂર્વ સીબીઆઇ ડાયરેકટર વર્માની વિરૂધ્ધ કાર્યવાહીની ભલામણ
નવીદિલ્હી: કેન્દ્રની મોદી સરકારે સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા પર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધુ છે. કાર્મિક વિભાગ અને ગૃહ મંત્રાલય બંન્નેએ સીબીઆઇના પૂર્વ નિદેશક આલાક વર્મા પર કાર્યવાહીની ભલામણ કરી છે આલોક વર્માની વિરૂધ્ધ આ કાર્યવાહી ભ્રષ્ટ્રાચરના મામલામાં કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે સીબીઆઇ નિદેશકના પદ પર રહેતા નિયમોનો ભંગ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રાલય અને કાર્મિક વિભાગે યુપીએસએસીનેે કહ્યું છે કે તે પૂર્વ સીબીઆઇ નિદેશક વર્માની વિરૂધ્ધ પદના દુરૂપયોગ કરવાને લઇ કાર્યવાહી કરે વરમા વર્ષ ૨૦૧૮માં તે સમયે વિવાદોમાં આવ્યા હતાં
જયારે સીબીઆના તે સમયના સ્પેશલ ડાયરેકટર રાકેશ અસ્થાનાએ તેમના પર લાંચખોરીનો આરોપ લગાવ્યો હતો. સરકારે હવે વર્માની વિરૂધ્ધ લાગેલ ભ્રષ્ટ્રાચારના આરોપોને ધ્યાનમાં લઇ દાવો કર્યો છે કે તેમણે સીબીઆઇ ડાયરેકટર રહેતા પોતાના પદનો દુરૂપયોગ કર્ય ોછે એ યાદ રહે કે આલોક વર્માનું નામ તે સંભવિત લોકોની યાદીમાં પણ છે તેમના પર પેગાસસ સ્પાઇયેવર દ્વારા જાસુસી કરવામાં આવી હતી.