પૂૃર્વમાંં ડોમ ખાલી, ખાનગી દવાખાનામાં લોકોની લાઈનો
(એજન્સી) અમદાવાદ, પૂર્વ અમદાવાદમાં કોરોનાના કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. તેની સામે હોસ્પીટલમાં કોરોના ટેેસ્ટ કરાવ્યવા વગર શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા ખુબ જ વધુ જાેવા મળી રહી છ.
પૂર્વ વિસ્તારના લગભગ તમામ જનરલ પ્રેક્ટીસ કરતા ડોક્ટરોને ત્યાં સવાર-સાંજ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. જાે કે મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી હોવાથી એકપણ દર્દીનો ઓક્સિજન લેવલ ઘટતુ નથી. અને મોટાભાગના દર્દીઓ ૩ થી પ દિવસમાં સાજા થઈ જાય છે.
નરોડાના ડોક્ટર જ્ઞાનેન્દ્રસિંહે કહ્યુ હતુ કે માઈલ્ડ લક્ષણને કારણે લોકો ટેસ્ટ કરાવવા જતા નથી. ઘરે જ આઈસોલેટ થઈને સાજા થઈ જાય છે. જયારે બાપુનગરના એક ડોકટર અશોકસિંંહે કહ્યુ, દવાખાને આવતા મોટાભાગના દર્દીઓ શરદી, ઉધરસ અને તાવ સામે ગળામાં દુઃખાવાની ફરીયાદ કરે છે પણ પાંચ દિવસમાં જ સાજા થઈ જાય છે.