Western Times News

Gujarati News

પૃથ્વીની ઝડપમાં રહસ્યમય ઘટાડો થઈ રહ્યો છે, આવી થશે અસરો

૬ મહિના ધરી પર સામાન્યથી ઝડપી ફર્યા બાદ પલટો સંભવિત અસરોનું મૂલ્યાંકન, મોટા ભૂકંપની આશંકા

વોશિંગ્ટન, કોરોના કાળમાં વર્ષ ર૦ર૦માં વૈજ્ઞાનીકોએ જાણ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર સામાન્યથી વધુ ઝડપે ફરી રહી છે. જે રફતાર વર્ષના પહેલા ૬ મહિના સુધી યથાવત રહી.

હવે સામે આવ્યું છે કે પૃથ્વીના ફરવાની રફતાર બદલાઈ છે. અને તે રહસ્યમય રીતે ધીમી ગતિએ ફરી રહી છે. આવા બદલાવથી વૈજ્ઞાનીકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વૈજ્ઞાનીકો હવે આવા બદલાવની પૃથ્વી પર શું અસર થઈ શકે ? તેનું મૂલ્યાંકન કરી રહયા છે. નસાના અધ્યયનમાં એવી આશંકા વ્યકત કરાઈ છે. કે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ સુરત થવાથી મોટા ભૂકંપ આવી શકે છે.

સામાન્ય રીતે પૃથ્વી પોતાની ધરી પર એક ચકકર પૂર્ણ કરવા ર૪ કલાક અથવા ૮૬,૪૦૦ સેકન્ડ લે છે. ગુરુત્વાકર્ષણનું કારણ પૃથ્વી ફરે છે. અને વ્યવહારોમાં દરેક ચકકરમાં થોડું અંતર રહે છે. સમય સાથે આ અંતર કેટલીક સેકન્ડમાં બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનીકો પરમાણુ ઘડીયાળની મદદથી સમય પર નજર રાખે છે. જે વૈશ્વીક સ્તરેસમય નિર્ધારણમાં મદદરૂપ બને છે.

પરમાણુ ઘડીયાળની મદદથી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની રફતાર જાણી શકાય છે. વૈજ્ઞાનીકો સમયના સંતુલનને સાધવા લીપ સેકન્ડો જાેડે છે અથવા ઘટાડે છે. અગાઉ કયારેય નેગેટીવ લીપ સેકન્ડને જાેડવામાં આવી ન હતી પરંતુ ૧૯૭૦થી અત્યાર સુધીમાં ર૭ વખત એક સેકન્ડ વધારવામાં આવી છે. જયારે પૃથ્વીએ પોતાની ધરી પર ચકકર પૂર્ણ કરવામાં ર૪ કલાકથી વધુ સમય લીધો હોય.

છેલ્લા પ૦ વર્ષમાં પૃથ્વીએ ચકકર પૂર્ણ કરવામાં ર૪ કલાકથી ઓછો સમય ૮૬,૪૦૦ સેકન્ડનો સમય લીધો જાે કે ર૦ર૦માં સ્થિતી બદલાઈ અને એક દિવસ પૂર્ણ કરવામાં પૃથ્વીને ૮૬,૪૦૦ સેકન્ડથી ઓછો સમય લાગ્યો હતો. જુલાઈ ર૦ર૦માં દિવસ ર૪ કલાકથી ૧.૪૬૦ર સેકન્ડ નાનો હતો. જે અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ હતો. વર્ષ ર૦ર૦માં સરેરશ પ્રત્યેક દિવસે ૦.પ સેકન્ડ વહેલો પૂર્ણ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.