પૃથ્વીરાજનું ટીઝર લોન્ચ, અક્ષય યોદ્ધાના રોલમાં
મુંબઈ, લાંબા સમયથી જેની રાહ જાેવાઈ રહી હતી તે અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત જેવા સુપર સ્ટાર કલાકારો છે. અક્ષય કુમાર પૃથ્વીરાજની ભૂમિકામાં જાેવા મળશે.
અક્ષય કુમારે પોતાના ટિ્વટર પેજ પર આ ફિલ્મનું ટીઝલ લોન્ચ કર્યું છે. આ ફિલ્મના ટીઝરમાં યુદ્ધના દ્રશ્યો જાેવા મળે છે જે લોકોને રોમાંચિત કરી દેશે. આ ફિલ્મ દિવંગત કવિ ચાંદ બરડાઈની કૃતિ ‘પૃથ્વીરાજ રાસો’ પરથી પ્રેરિત છે. જેમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકામાં જાેવા મળશે જ્યારે માનુષી છિલ્લર તેની પ્રેમિકા સંયોગીતાની ભૂમિકામાં જાેવા મળશે.
અક્ષયે ટીઝર લોન્ચ કરવાની સાથે જ તેની રીલિઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ થીયરેટરમાં રીલિઝ થશે. આ ફિલ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ અંગે વાત કરતા અગાઉ તેમણે કહ્યું હતું કે પૃથ્વીરાજ ફિલ્મ મોટા ભાગે ચાંદ બરડાઈની મહાન કૃતિ પૃથ્વીરાજ રાસો પરથી પ્રેરિત છે.
રાસો ઉપરાંત પૃથ્વીરાજના જીવન અને તેમના સમય અંગે અન્ય કેટલુંક સાહિત્ય પણ લખાયું છે. આ ફિલ્મ માટે મેં ઘણું જ સંશોધન કર્યું છે. મારા માટે આ સંશોધન ઘણું જ અદ્દભુત રહ્યું કેમ કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને ભારતના અજાણ્યા અને ઓછા જાણીતા મહાન હીરો વિશે જાણવા મળ્યું.
જાણે હું તે સમયના મહાન ચરિત્રો સાથે વાતો કરતો હોવ તેવો અનુભવ મને થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું. અગાઉ ૨૦૧૯માં અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, મારા જન્મ દિવસે મારી પ્રથમ ઐતિહાસિક ફિલ્મની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. મને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે.SSS