Western Times News

Gujarati News

પેંગ્વિન્સ માત્ર બરફમાં જ નહીં, રણ અને જંગલોમાં પણ જાેવા મળે છે

મોટાભાગના લોકો પેંગ્વિન્સને બરફની દુનિયામાં જીવતાં જુએ છે. પરંતુ આ પ્રતીકાત્મક પક્ષીઓ વિશે તેથી પણ ઘણું બધું વિશેષ છે. પેંગ્વિન્સ, રણ, જંગલો અને ધમધમતા શહેરોમાં પણ જાેવા મળે છે. નાની પરી જેવાં ફકત ૩૦ સેમી, ઉંચા પેંગ્વિન્સથી લઈને વિરાટ કાયા ધરાવતાં પેંગ્વિન્સ પણ છે. પેંગ્વિન્સનો પરિવાર આશ્ચર્યોથી ભરેલો છે.

અસાધારણ અનુકૂળતા અને નવી ક્ષમતાઓનો ઉપયોગ કરતાં પેંગ્વિન્સ પૃથ્વી પર અમુક તીવ્ર સ્થળોને માત આપે છે. તો ચાલો, પેંગ્વિન્સના પરિવારના અમુક સભ્યોને મળીએ.

રનેર્સ પેંગ્વિન્સ ઃ આ પક્ષીઓને શોધવાનું અસાધારણ સ્થળ ન્યુઝીલેન્ડનું જંગલ છે, જે ૬૦,૦૦૦થી વધુ સ્નેર્સ પેંગ્વિન્સનું ઘર છે. મૂળ જમીનના શિકારી વિનાનું ન્યુઝીલેન્ડ હંમેશા આ પાંખ વિનાના સમુદ્ર પક્ષીઓ માટે સંગ્રહાલય અને તેમના બચ્ચાં માટે સુરક્ષિત સ્વર્ગ રહ્યું છે. જાેકે જંગલમાં રહેવાનો એક મોટો ગેરલાભ કાદવ છે.

કાદવ તેમના માટે જાેખમી હોય છે. પેંગ્વિન્સના પીંછાં સમુદ્રની બહાર વોટરપ્રૂફિંગ અને રક્ષણ માટે મહત્વપૂર્ણ હોય છે. જાે તેઓ કાદવમાં ફસાઈ જાય તો તેઓ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરી શકતાં નથી અને ઠંડીથી મૃત્યુ પામી શકે છે. જાેકે સ્નેર્સ પાસે તેનું પણ સમાધાન છે.

સંપૂર્ણપણે તરબોળ પછી પંવિગન્સ તેમના પીંછા થકી અત્યંત વિશેષ મીણ ફેલાવે છે. પૂંછના મૂળમાં ગ્રંથિમાંથી પેદા થતું આ મીણ તેમના માટે વોટરપ્રૂફ અવરોધ બને છે, જે તેમનું જરૂરી રક્ષણ કરે છે. મીણ એન્ટિ માઈક્રોબાયલ છે. જે અનિચ્છનીય જીવાણુઓને નિવારે છે. આ પ્રક્રિયા દિવસમાં ૩ કલાક સુધી લે છે. જાેકે તેમની ફોરેસ્ટ સેન્કચ્યુઅરી માટે ખર્ચ કરવાનું મૂલ્યવાન છે.

ગાલાપેગોસ પેંગ્વિન્સ: ગાલાપેગોસ પેંગ્વિન્સે અંતરિયાળ જવાળામુખીના ટાપુઓની ઉત્તરીય ભૂમધ્ય રેખમાં અસાધારણ કાળઝાળ ગરમીમાં પોતાની અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ ખડકવાળો દરિયાકાંઠો તેમને સૂર્યથી રક્ષણ કરવા માળો અને આશ્રય બનાવવાની ભરપુર જગ્યા આપે છે.

આ ટાપુ ભૂમધ્ય રેખા પર સ્થિત હોવા છતાં હમ્બોલ્ટ કરન્ટને લીધે પાણી બહુ ઠંડુ હોય છે. એન્ટાર્કટિકાથી લગભગ ૮૦૦૦ કિ.મી પ્રવાસ કરીને તે ઠંડુ પેંગ્વિન્સ અનુકુળ પાણી અને ખાદ આ જવાળામુખીના ટાપુઓને આપે છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે હમ્બોલ્ટ કરન્ટ પેંગ્વિન્સના આશરે ૪ મિલિયન વર્ષ પૂર્વે અહીં વહન કરી લાવ્યું હતું. આશ્રિત ટાપુઓ, ઠંડા પાણી અને સમુદ્ર ખાદ્યપ્રવાહ ગાલાપેગોસ પેંગ્વિન્સને સીમાપાર કરવા અનુકૂળતા આપે છે.

ગેંટૂ પેંગ્વિન્સ; આ એન્ટાર્કટિક પ્રદેશ કોઈ પણ પેંગ્વિન્સની જાતિમાંથી સૌથી વધુ સંખ્યામાં ગેન્ટ્‌નું ઘર છે. તેઓ બચ્ચાંઓને સુરક્ષીત રાખવા માટે તેમને સમૂહમાં ભેગા કરવા માટે ઓળખાય છે. સમર્પિત વાલીના રક્ષણે પેંગ્વિન્સને જીવવામાં મદદ કરી છે. પૃથ્વી પર તેઓ સૌથી ઝડપી પેંગ્વિન્સ છે.

અહીં ફોકલેન્ડ આઈલેન્ડસમાં લોબસ્ટર ક્રિલ ઝુંડમાં ઉદ્‌ભવે છે અને તે ગેન્ટૂનો ભાવતો ખોરાક છે. કલાકમાં ૩પ કિ.મી.ની ગતિ, ર૦૦ મીટર ઉડાણમાં ડાઈવ અને ૭ મિનિટ સુધી શ્વાસ રોકી રાખવા સાથે તેઓ ઉત્કૃષ્ટ સમુદ્રી એથ્લિટીસ તરીકે ઉત્ક્રાંતિ પામ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.