Western Times News

Gujarati News

પેક-લેબલ કરેલી ખાદ્ય વસ્તુ પર જીએસટી સામે વિરોધ: GSTના વિરોધમાં વેપારીઓની નાણાંમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત

પ્રી-પેક, પ્રી-લેબલ દહીં, લસ્સી અને બટર મિલ્ક સહિત પ્રી-પેકેજ અને પ્રી-લેબલ રિટેલ પેક પર હવે જીએસટી કર લાગશે

નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં જ યોજાયેલી પોતાની મીટિંગમાં પેક કરેલા અથવા લેબલ લગાવેલી બધા પ્રકારની ખાદ્ય ચીજાે અને કેટલીક અન્ય વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ પર દેશના ખોરાકના વેપારીઓમાં ખૂબ જ રોષ અને આક્રોશ છે અને કાઉન્સિલના આ પગલાને નાના નિર્માતાઓ અને વેપારીઓના હિતોની વિરુદ્ધ હોવાનું ગણાવ્યું છે.

તેનાથી સામાન્ય ચીજવસ્તુઓની કિંમત પર મોટી બ્રાન્ડનો વેપાર વધશે. અત્યાર સુધી બ્રાન્ડેડ ન હોવાથી વિશેષ ખાદ્ય ચીજાે, અનાજ વગેરેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કાઉન્સિલના આ ર્નિણયથી પ્રી-પેક, પ્રી-લેબલ દહીં, લસ્સી અને બટર મિલ્ક સહિત પ્રી-પેકેજ અને પ્રી-લેબલ રિટેલ પેક પર હવે જીએસટી કર લાગશે અને દેશભરમાં ૬૫૦૦થી વધુ અનાજ માર્કેટમાં અનાજના વેપારીઓના વેપારમાં મોટી અડચણ ઉભી થશે.

આ વિષય પર અનાજ વેપારી, નાણા મંત્રી ર્નિમલા સીતારમન અને કેન્દ્રીય પરોક્ષ કર બોર્ડના અધ્યક્ષ વિવેક ઝોહરી મળ્યા હતા અને આ ર્નિણય પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કરશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આજે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજથી શરૂ થયેલા સપ્તાહમાં આ મુદ્દે દેશના બધા રાજ્યોના નાણામંત્રીને તેમના રાજ્યોના અનાજ અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓ એક નોટિસ આપીને આ ર્નિણયને પરત લેવાની માગ કરશે.

પત્રકાર પરિષદમાં દિલ્હી ગ્રેન મર્ચેટ્‌સ એસોસિએશનના અધ્યક્ષ નરેશ ગુપ્તા અને પ્રદીપ જિંદલે જણાવ્યું કે, આ સબંધે દેશભરના અનાજ વેપાર સંગઠનો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને બધા સગંઠનો આ ર્નિણયથી ખૂબ જ આક્રોશમાં છે. ભરતીયા અને ખંડેલવાલે કહ્યું કે, નિશ્ચિત રૂપથી જીએસટી કર સંગ્રહમાં વૃદ્ધિ થવી જાેઈએ પરંતુ સામાન્ય લોકોની વસ્તુઓને કર સ્લેબમાં લાવવાને બદલે ટેક્સનો દાયરો મોટો કરવો જાેઈએ.

જેના માટે જે લોકો અત્યાર સુધી ટેક્સ નેટ હેઠળ આવ્યા નથી તેમને ટેક્સ નેટ હેઠળ લાવવા જાેઈએ જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ ક્યારેય પણ ખાદ્યપદાર્થો પર કોઈ ટેક્સ નહોતો લાગ્યો પરંતુ પહેલીવાર મોટા બ્રાન્ડેડ અનાજને ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા છે.

શું કારણ હતું કે, તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ૨૦૧૭માં આ આવશ્યક ચીજવસ્તુઓને ટેક્સની બહાર રાખી અને હવે શું થયું છે કે, આ મૂળભૂત વસ્તુઓ પર ટેક્સ લગાવવો પડ્યો.ભરતીયા અને ખંડેલવાલે આ વસ્તુઓને ૫% ટેક્સ દાયરામાં રાખવાના તર્ક પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે દેશની તમામ મોટી બ્રાન્ડ કંપનીઓ દેશની વસ્તીના માત્ર ૧૫% છે જેમાં ઉચ્ચતમ વર્ગ, ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની જ જરૂરિયાતો પૂરી કરે છે.

જ્યારે મોટા પાયા પર દેશના તમામ રાજ્યોમાં નાના ઉત્પાદકો જેનું પોતાનું સ્થાનિક લેબલ ધરાવતા દેશની ૮૫ ટકા વસ્તીની માંગને સંતોષે છે. આ ર્નિણય પ્રમાણે હવે જાે કોઈ કિરાણા દુકાનદાર પણ અનાજ પોતાની ચીજવસ્તુઓના માત્ર ઓળખ માટે જ કોઈ માર્ક સાથે પેક કરીને વેચે તો તેને તે ચીજવસ્તુ પર જીએસટી ચૂકવવી પડશે.

આ ર્નિણય બાદ પનીર, છાશ, પેકેજ્ડ દહીં, ઘઉંનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ, અનાજ, માંસ અને માછલી (ફ્રોઝન સિવાય), ગોળ વગેરે જેવા પ્રી-પેકેજ લેબલવાળા કૃષિ ઉત્પાદનો પણ મોંઘા થશે. આ વસ્તુઓનો ઉપયોગ દેશનો સામાન્ય માણસ કરે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.