પેગાસસ જાસૂસી મામલે વિપક્ષનો હંગામો લોકસભા ૨૨ જુલાઇ સુધી સ્થગિત
નવીદિલ્હી: લોકસભામાં આજે વિરોધ પક્ષો સભ્યોએ મોંઘવારી અને પેગાસસ જાસૂસી મામલા સહિત વિભિન્ન વિષયો પર આસનની નજીક આવીને નારેબાજી કરી અને તેના હંગામાને કારણે સદનની બેઠક એક વાર સ્થગિત કર્યા બાદ લોકસભા ૨૨ જુલાઇ સવારે ૧૧ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષ સંસદના મોનસૂન સત્રમાં સરકારને ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ, પેગાસસ જાસૂસી મામલો અને મોંઘવારી સહિત વિભિન્ન વિષયો પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હરિવંશે કહ્યું કે તમે સદન ચલાવવા નથી માગતા… આસનની નજીક આવી ગયા છો તમે લોકો… તમને નથી ઇચ્છતા કે પ્રશ્નકાળ થાય… મહેરબાની કરીને પોત પોતાની સીટ પર પરત ફરો. જાેકે તેમ છતાંય વિપક્ષી સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો. હંગામાની વચ્ચે જ ઉપસભાપતિએ કહ્યું કે સભાપતિ સાથે વિભિન્ન પક્ષોના નેતાઓની બેઠકમાં સહમતિ સધાઇ છે કે એક વાગ્યાથી કોરોના મહામારી પર ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા હંગામાને કારણે ઉચ્ચ સદનમાં શૂન્યકાળ પણ થઇ ન શક્યો. સદનની બેઠક શરૂ થવા પર કોંગ્રેસના આનંદ શર્માએ પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલ એક ગંભીર મુદ્દો છે અને તેના પર તત્કાળ ચર્ચા થવી જાેઇએ.
તેથી તેમણે ઉચ્ચ સદનમાં નિયત કામકાજ રોકી આ મુદ્દે ચર્ચા કરવા માટે નિયમ ૨૬૭ અંતર્ગત એક નોટિસ આપી છે. સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યુ ંકે તેઓ મુદ્દાની ગંભારતાને સમજે છે અને નોટિસ પર વિચાર કર્યા બાદ વ્યવસ્થા આપશે. આ દરમિયાન વિરોધ પક્ષોના સભ્યોએ પેગાસસની સાથે-સાથે અન્ય મુદ્દાઓ પર હંગામો શરૂ કરી દીધો.
સભાપતિએ શૂન્યકાળ ચાલવા દેવાની અપીલ કરતાં કહ્યું કે આજે ૧૫ સભ્યોએ, ગઇકાલે ૧૭ સભ્યોએ અલગ અલગ મુદ્દાઓ પર નોટિસ આપી. આસન નિયમ ૨૬૭ અંતર્ગત આપવામાં આવેલ કેટલી નોટિસો પર વિચાર કરશે? તમારે એ સભ્યોને તક આપવી જાેઇએ જેમણે શૂન્યકાળ અંતર્ગત પોત-પોતાના મુદ્દા ઉઠાવવા માટે નોટિસ આપી છે.