પેગાસસ મામલે પ.બંગાળ દ્વારા તપાસ પર સુપ્રીમની રોક
નવી દિલ્હી, પેગાસસ સોફટવેર વડે જાસૂસીના મામલામાં સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીને મોટા આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મમતા બેનરજી સરકાર દ્વારા પેગાસસ જાસૂસી મામલાની થઈ રહેલી તપાસ પર રોક લગાવી દીધી છે.પશ્ચિમ બંગાળ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશન બનાવ્યુ હતુ.જાેકે આ કમિશનને પોતાનુ કામ રોકી દેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
પેગાસસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ તરફથી પહેલા જ એક કમિશનની રચના કરવામાં આવેલી છે.આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યુ હતુ કે, તમારા કમિશનની તપાસ રોકવામાં આવે.મમતા સરકારે સુપ્રીમ કોર્ટેને ખાતરી પણ આપી હતી.જાેકે એ પછી પણ પશ્ચિમ બંગાળ સરકારના કમિશને પોતાની તપાસ ચાલુ રાખી હતી.
જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે. પેગાસસ સોફટવેર વડે રાજકીય નેતાઓ, પત્રકારો તેમજ માનવાધિકાર કાર્યકરોનો ફોન ડેટા હેક કરવાનો આરોપ લાગ્યો હતો અને તેમાં ભારત સરકારની સંડોવણી હોવાના પણ આક્ષેપના પગલે હોબાળો મચ્યો હતો.SSS