પેગાસસ મામલે સમિતિએ અરજદારોને પોતાના ફોન જમા કરાવવાની સૂચના આપી

પ્રતિકાત્મક
બીજી બાજુ ફ્રાન્સમાં પાંચ કેબિનેટ મંત્રીઓના ફોનમા પેઞાસસના નિશાન મળી આવતા ચકચાર
પેઞાસસ જાસૂસી કાંડ ફરી ચર્ચાની એરણ પર છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા પોતાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને હવે આ સમિતિએ અરજદારોને પોતપોતાના ફોન જમા કરાવી દેવા અને તપાસમાં સહકાર આપવાની સૂચના આપી છે.
બીજી બાજુ ફ્રાન્સ માં પણ હંગામો મચી ગયો છે કારણકે ત્યાંના પાંચ જેટલા કેબિનેટ મંત્રીઓ ના ફોનમાંથી પેઞાસસના નિશાન મળી આવ્યા છે અને ત્યાં પણ વિપક્ષ દ્વારા જોરદાર ધમાલ શરૂ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ઇઝરાયેલ ની કંપની પાસેથી જાસૂસી કરવા માટે જે ટેકનોલોજી નાગરિકોની જાસૂસી કરવા માટે લેવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિએ પોતાની તપાસ ઝડપથી આગળ વધારી છે.
સમિતિએ ઈ-મેલ દ્વારા અરજદારોને એવી સૂચના આપી છે કે જે મોબાઇલ ફોનમાં જાસૂસી ડિવાઇસ લખવામાં આવ્યું છે તેને નવી દિલ્હીમાં જમા કરાવવાનું રહેશે અને તપાસમાં સહકાર આપવા માટે તે ખૂબ જરૂરી બનશે જો કે જેમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આ ફોન કઈ જગ્યાએ જમા કરાવવાનો છે.
આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્ર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ પ્રકરણમાં મોટા ધડાકા ભડાકા થવાની પણ સંભાવના છે અને સંસદ નુ ઉપલુ સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે વિપક્ષ ને પણ વધુ એક હથિયાર મળી શકે તેમ માનવામાં આવે છે.
બીજી બાજુ ફ્રાન્સમાં પાંચ કેબિનેટ મંત્રી ઓના મોબાઇલ ફોનમાંથી નિશાન મળી આવતા ફ્રાન્સમાં પણ ભારે દેકારો બોલી ગયો છે અને આ પ્રકરણમાં આગળ જતાં વધુ ધડાકા-ભડાકા થવાની સંભાવના છે.