પેટમાં 6 મહિનાથી થઈ રહ્યો હતો દુખાવો ડોક્ટરોએ સર્જરી કરીને કાઢ્યો મોબાઈલ

પ્રતિકાત્મક
લંડન, બ્રિટનમાં એક શખ્સના પેટમાંથી ડોક્ટરોએ મોબાઈલ ફોન નીકાળ્યો. શખ્સ 6 મહિના પહેલા ભૂલથી મોબાઈલ ફોન ગળી ગયો હતો. તેની તેને પોતાને પણ જાણકારી નહોતી. સતત પેટ દર્દની ફરિયાદ અને હાલત બગડ્યા પર તે ડોક્ટરની પાસે ગયો. ડોક્ટેરે એક્સ-રે કરાવ્યો અને તેને જોઈને પરેશાન થઈ ગયા. ત્યારબાદ શખ્સનુ ઑપરેશન કરવામાં આવ્યુ અને મોબાઈલ નીકાળવામાં આવ્યો. હાલ દર્દીની હાલત ઠીક છે.
મીડિયા રિપોર્ટ અનુસાર 33 વર્ષીય શખ્સના પેટનુ ઓપરેશન ઇજિપ્તના અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં થયુ. જોકે દર્દીના પેટમાંથી મોબાઈલ ફોન નીકળશે ડોક્ટરને આ વાતનો બિલકુલ પણ અંદાજો હતો. હાલ એ જાણવા મળ્યુ નથી કે દર્દી મોબાઈલને કેવી રીતે ગળી ગયો હતો.
સંયુક્ત અરબ અમીરાતના મીડિયા અનુસાર અસવાન યુનિવર્સિટી હોસ્પિટલના ડાયરેક્ટર મંડળના અધ્યક્ષ મોહમ્મદ અલ-દહશોરીએ કહ્યુ કે તેમણે પહેલીવાર આવો કિસ્સો જોયો છે, જેમાં એક દર્દીએ આખો મોબાઈલ બહાર કાઢ્યો હોય.
ઓપરેશનને અંજામ આપનારી મેડીકલ ટીમનુ નેતૃત્વ કરનારા ડોક્ટરે ગુલાબી રંગના ફોનની તસવીર શેર કરી જેને દર્દીના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.