પેટલાદના યુવકની હચમચાવી દેતી સુસાઇડ નોટઃ ‘હું મારી વાઈફ વગર નહીં જીવી શકું
આણંદ: પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાતકર્યો હતો. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડાએ વર્ષ ૨૦૧૫માં પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આપઘાત કરી લેનાર નિશાંત એમએસડબ્યુ તરીકે જ્યારે તેની પત્ની પ્રિયંકા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આપઘાત પહેલા નિશાંતે જે સુસાઇડ નોટ લખી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. જેમાં નિશાંતે લખ્યું છે કે, મારી બંને દીકરીઓ મારી જિંદગી છે. હું મારી પત્ની વગર જીવી શકું તેમ ન હોવાથી તેની પાસે જઈ રહ્યો છું. પત્નીના આપઘાત અને સાસરી પક્ષના લોકો દીકરીઓને લઈ ગયા હોવાથી નિશાંત ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે.
વ્હાલાં મારા કુંટુંબીજનો, ખાસ મારા પપ્પા. મેં તમને કદી સપોર્ટ નથી કર્યો. પણ તમે હંમેશા મને ખૂબ સપોર્ટ કર્યો. બાએ પણ બહુ સાચવ્યો. હું નિશાંત તમારો દીકરો, મારી વાઈફ પ્રિયંકા સાથે ૨૦૧૫માં પ્રેમ લગ્ન, તેમાં પણ તમે મને ખૂબ સપોર્ટ આપ્યોમેં ખૂબ જ દિલથી લવ કર્યો. મારી બંને દીકરીઓ મારી લાઈફ છે. હાલ આ સમયે પ્રિયંકાએ જે પગલું ભરી સુસાઈડ કર્યું, એમાં સૌથી વધારે મને આઘાત લાગ્યો છે. મારી ચાર જણની ફેમિલી એમાં વિખરાઈ ગઈ છે. હું એના વગર નથી જીવીશકતો
જે કર્યું એમાં મારી કોઈ ભૂલ નથી. હું નિર્દોષ છું. એ નથી અને મારી સાસરીવાળા મારી બે દીકરીઓને લઈ ગયા અને મને પાછી આપતાં નથી એનાથી હું ખૂબ ડિપ્રેશનમાં છું. એ ત્રણેય વગર હું નહીં જીવીશકું. સોરી, તમને હું છોડીને જાઉ છું મેં હંમેશા તમારૂં કોઈનું ન માનીને મારી સાસરીવાળાને જ સાચવ્યા. એમાં હું તમારાથી પણ અલગ થઈ ગયો હતો. હું નિર્દોષ હોવા છતાં મારા સાસરીવાળા મારો દોષ કાઢીને મને તેમજ તમને (મમ્મી-પપ્પા) ખોટી રીતે ફરિયાદ કરી ફસાવવા માંગતા હતા.
તેઓ મારી દીકરીઓને મારી પાસેથી લઈ ગયા હોઈ, હું આ સહન કરી શકું તેમ નથી. હું હજુ પણ પ્રિયંકાને ખૂબ ચાહતો હોઈ એની પાસે જતો રહું છું. તમને છોડીને, મને માફ કરશો. હું બધાને ખૂબ ચાહું છું સમાજમાં બધાં કહશે કે મેં કોઈનું ન વિચાર્યું. પણ હું મારી વાઈફ વગર નહી જીવી શકું. કેમ કે મારી બંન્ને દીકરીઓ પણ મારી પાસે નથી. તમે એ લોકોને ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો પણ એ લોકોને હું આ પગલું ભરીને બતાવીશ કે હું ખોટો ન્હોતો સૌથી વધારે તો મને મારી વાઈફની ખોટ પડશે.
હવે એ લોકોથી હું કંટાળી ગયો છું. મારી દીકરીઓને પણ સાસરીવાળાઓએ મારાથી દૂર કરીને મારૂં જીવન તોડી નાંખ્યું. હું મારી વાઈફ જાેડે જાઉં છું. મને પ્લીઝ દીલથી માફ કરી દેજાે મારા ઘરના લોકોએ કદી પ્રિયંકાને જરા પણ ત્રાસ નથી આપ્યો. પરંતુ સાસરીવાળાએ મને મેન્ટલી તોડી નાંખ્યો. મેં મારી દીકરીઓ માટે બહું કંટ્રોલ કર્યો. મારા દરેક મિત્રો, સગા સ્ટાફ દરેકનો હું દિલથી હું આભારી છું. ફોનમાં વીડિયો છે