પેટલાદની શાળામાં ૧રપ૭ છોડનું વૃક્ષારોપણ
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના પટાંગણમાં તા.ર૪ ઓગષ્ટના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલ ટ્રસ્ટ, કવિ હેત ફાઉન્ડેશન અને નગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત જાપાનીઝ મીયાવાકી પદ્ધતિ મુજબ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
શાળાના વિદ્યાર્થિઓ, એનસીસી કેડેટસ, શિક્ષકો, આચાર્યો, ટ્રસ્ટીઓ તથા સંસ્થા પરિવાર દ્વારા ૧રપ૭ છોડ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એન આર શાહે જણાવ્યું હતુ કે આજરોજ શાળામાં જે છોડ રોપવામાં આવ્યા છે તેનું જતન વિદ્યાર્થિઓ દ્વારા કરવાની બાહેધરી આપી છે.
જેને કારણે એકાદ વર્ષમાં જ અહિયા નાનકડુ એક જંગલ જાેવા મળશે. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન એડવોકેટ રાજેશભાઈ કંસારા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.