Western Times News

Gujarati News

પેટલાદમાં યુવતી ઉપર દુષ્કર્મ કરતી ચાર ઈસમો ફરાર થયા

Files Photo

પેટલાદ: રાજ્યમાં મહિલા સલામતીની જે ઊંચી ઊંચી વાતો થાય છે અને સરકાર માને છે કે ગુજરાતમાં મહિલાઓ સલામત છે બાકી વાસ્તવિકર્તામાં આનાથી ઊલટું છે. રાજ્યમાં રોજ એક દિવસમાં એક છેડતી અને એક દુષ્કર્મનો બનાવ બને જ છે. જે ખુબજ શરમજનક વાત સાબિત થઈ રહી છે.

પેટલાદ તાલુકાના મહુડીયાપુરા ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને લઈ જઈ તેણીને જુદી જુદી જગ્યાએ રાખી તેણી સાથે દુષ્કર્મ આચરી તેમજ અન્ય ત્રણ જણાએ મદદગારી કરતા આ બનાવ અંગે મહેળાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર મહુડીયાપુરા ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતીને વિશાલ નારણભાઈ પરમાર સાથે પરીચય થતા તેણે ગત તા. ૭-૯-૨૦૨૦ ના આગલા દિવસે આપણે લગ્ન કરવા બહાર જવાનું છે. આધારકાર્ડ જન્મનો દાખલો આપ તેમ કહેતા યુવતીએ બંને દસ્તાવેજાે આપ્યા હતા. આપણા લગ્ન રજીસ્ટર થઈ ગયેલ છે અને આપણે વહેલી સવારે ઘર છોડીને ભાગી જવું પડશે તેમ કહેતા યુવતીએ આનાકાની કરતા વિશાલ પરમારે જાે તું મારી સાથે નહી આવું તો આત્મહત્યા કરવાની ધમકી આપતા વિશાલની સાથે તૈૈયાર થઈ ગઈ હત્ી

ત્યારબાદ વિશાલ ઉપર વિશ્વાસ રાખી યુવતી વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાના સુમારે વિશાલની સાથે ગઈ હતી. અને ઘરમાંથી ૮૦ હજાર રુપિયા રોકડા, ઘરેણા અને કપડા લઈ ગઈ હતી.વિશાલ તથા તેના ભાઈ વિજય સાથે તે સવારે પાંચ વાગે છાપરીવાળા રોડ ઉપર ભેગા થયા હતા. અને તેઓ મેઈન રોડ ઉપરથી કારમાં બેસી દ્વારકા ગયા હતા. જ્યાં વિશાલનો મિત્ર વિજયભાઈ નટુભાઈ પરમાર દ્વારકા મંદિરમાં નોકરી કરતો હોવાથી તેણે સ્વામીનારાયણ આશ્રમમાં રુમ અપાવ્યો હતો અને કેતનભાઈ છગનભાઈ પરમાર અને વિજય પરમાર લગ્નનું સર્ટીફીકેટ મોકલી આપશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ તેઓ દ્વારકાથી રાજકોટ આવ્યા હતા. અહીયા વિશાલના મિત્ર રોનકની સાસરીમાં ડાકોર આવ્યા હતા અને ત્યાંથી રીક્ષા ભાડે કરી વડોદરા ગયા હતા અને વડોદરામાં હોટલમાં એક દિવસ રોકાયા હતા અને જ્યાં વિશાલે તેણી સાથે શારીરીક સબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવતીએ જ્યાં સુધી લગ્નનું સર્ટી ન આવે ત્યાં સુધી શારીરિક સબંધ બાંધવાની ના પાડી હતી. વિશાલના મિત્ર વિપુલે કહ્યું કે તમારી પાસે લગ્નના કાગળીયા ન હોવાથી હોટલમાં રહેવું જાેખમકારક છે. જેથી તે તેઓને ભાણીયારા ગામે લઈ ગયો હતો

વિપુલના ઘરની સામે માસિક બે હજાર રુપિયાના ભાડેથી મકાન ભાડે અપાવ્યું હતુ. ત્યારબાદ વડોદરા ખાતે એક હોટલમાં લઈ જઈ મૈત્રી કરાર કર્યો હતો અને ત્યારબાદ ખંભાતના સીક્કાવાળું લગ્નનું સર્ટીફિકેટ બતાવી યુવતી સાથે શારીરિક સબંધ બંધ્યા હતા અને ત્યારબાદ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને આર્થિક ભીડ પડતા યુવતીના સોનાના દાગીના ગીરવે મુક્યા હતા.

ત્યારબાદ યુવતીના નામનું ખાતુ બેંકમાં ખોલાવ્યું હતું. જેનું એટીએમ કાર્ડ મહુડીયાપુરા જતા યુવતીના મા બાપ તેણીને ભણીયારા ગામેથી મહુડીયાપુરા લઈ ગયા હતા. આમ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી ખોટા બનાવટી દસ્તાવેજાે બતાવી લગ્ન નહી થયા હોવા છતાં શારીરિક દુષ્કર્મ આચરી છેતરપીંડી કરી હતી. જેથી આ બનાવ અંગે યુવતીએ મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંદાવતા પોલીસે વિશાલભાઈ નારણભાઈ પરમાર, વિજયભાઈ નારણભાઈ પરમાર, કેતનભાઈ છગનભાઈ પરમાર અને વિજયભાઈ નટુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.