Western Times News

Gujarati News

પેટલાદમાં વીજ જાેડાણ માટે હાલાકીઃ લાખોનો એસ્ટિમેટ મળતાં ખળભળાટ

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદના છેવાડે બોડીકૂવા વિસ્તાર આવેલ છે. જ્યાં આશરે બાવીસ પરિવારો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવ્યા છે. આ ઘરોમાં વીજ જાેડાણ મેળવવા છેલ્લા એક વર્ષથી એમજીવીસીએલ અને નગરપાલિકાના ધક્કા ખાય છે. પરંતુ આ પરિવારો વીજ જાેડાણથી હજી પણ વંચિત છે.

ખેતમજૂરી સાથે જાેડાયેલા આ પરિવારોને એમજીવીસીએલ દ્વારા લાખોનો એસ્ટિમેટ મોકલતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદના છેવાડે આવેલ નૂરતલાવડી પાસે બોડીકૂવા વિસ્તાર આવેલ છે. જેનો સમાવેશ નગરપાલિકાના વોર્ડ નં ૧માં ગત ચૂંટણી વખતે કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આવેલ સર્વે નં ૮૪૨/૧ના પ્લોટ નં ૭ વાળી જમીન એનએ કરાવી પ્લોટ પાડવામાં આવ્યા હતાં.

જમીન માલિક પાસેથી તળપદા સમાજના બાવીસ જેટલા પરિવારોએ તબક્કાવાર પ્લોટની ખરીદી વર્ષ ૨૦૧૦માં કરી હતી. આ પ્લોટ ઉપર પોતાનું ઘર બનાવવાના સ્વપ્ન જાેતા પરિવારો માટે મકાન બનાવવું ખૂબ જ અઘરૂ હતું. કારણકે આ તમામ પરિવારો ખેતમજૂરી કે નાના મોટા કામ સાથે સંકળાયેલા હતા.

તેવામાં વડાપ્રધાન આવાસ યોજના અમલી થઈ હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૧૭ – ૧૮માં આ બાવીસ પરિવારોના ઘર માટે યોજના અંતર્ગત આવાસ મંજૂર થયા હતા. આ ઘરોનું બાંધકામ લગભગ પૂર્ણ થતા તેઓએ વીજ જાેડાણ મેળવવા તા.૧૩ માર્ચ ૨૦૨૦ના રોજ એમજીવીસીએલમાં અરજી કરી હતી. ત્યારબાદ એમજીવીસીએલ દ્વારા અંદાજીત ૨૦ થી ૨૨ લાખ રૂપિયાનો એસ્ટિમેટ આપ્યો હતો. આ જાેઈ ગરીબ પરિવારો ચોંકી ઉઠ્‌યા હતા.

જેથી લાભાર્થીઓએ જમીન માલિક નયનાબેન પટેલ, વોર્ડના કાઉન્સિલર ગોવિંદભાઈ તળપદાને રજૂઆત કરી હતી. જેથી તેઓએ એમજીવીસીએલ સાથે ચર્ચા વિચારણા કરતાં માલુમ પડ્યું હતું કે આ આવાસ પેટલાદ શહેરની બહાર આવતા હોવાથી તેઓને આટલો એસ્ટિમેટ આવ્યો છે.

જેથી પાલિકાએ આ વિસ્તારનો સમાવેશ વોર્ડ નં ૧માં કર્યો હતો. આ તમામ પરિવારોને પાલિકાએ આકારણીની નકલ પણ આપી છે અને વેરાબીલ પણ ચાલુ વર્ષથી મોકલવાના શરૂ કર્યા છે. આ કાગળો પુનઃ એમજીવીસીએલને આપ્યા હતા. છતાં એમજીવીસીએલ દ્વારા ફરીથી આ પરિવારોને લાખોના એસ્ટિમેટ મોકલ્યા છે.

જેમાં મોટાભાગના પરિવારને લાભાર્થિ દિઠ રૂપિયા એક લાખ ઉપરાંતની રકમનો એસ્ટિમેટ આપતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ લાભાર્થીઓને વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા મળવાપાત્ર રકમ રૂ.૩૫૦૦૦૦ છે, જ્યારે ફક્ત વીજ જાેડાણ મેળવવા પાછળ આટલી જંગી રકમનો એસ્ટિમેટ પકડાવી દેતાં આ પરિવારો ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. હાલ અહિયાં આ પરિવારો લાઈટ સિવાય રહેતા હોવાથી બાળકો અને વૃદ્ધો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

લાઈટથી વંચિત લાભાર્થિઓ
લક્ષ્મિબેન મહેન્દ્રભાઈ, ખુશાલભાઈ પુનમભાઈ, સુરેશભાઈ કંચનભાઈ, સુરેશભાઈ કનુભાઈ, જીગરભાઈ રણછોડભાઈ, ઘનશ્યામભાઈ રણછોડભાઈ, પ્રકાશભાઈ રાજુભાઈ, પરેશભાઈ કનુભાઈ, કમલેશભાઈ ઝવેરભાઈ, મહેશભાઈ ગોરધનભાઈ, બાબુભાઈ શનાભાઈ, જલારામ લાલજીભાઈ, વિનોદભાઈ આશાભાઈ, મુકેશભાઈ બાબુભાઈ, મંજૂલાબેન કાળીદાસ, રાજુભાઈ રણછોડભાઈ, મહેશભાઈ પુજાભાઈ, કમલેશભાઈ મનુભાઈ, રમાબેન અંબાલાલ, મંગુબેન અતુલભાઈ, રાકેશભાઈ શનાભાઈ, મુકેશભાઈ કલ્લુભાઈ. (આ તમામ તળપદા સમાજના રહે.બોડીકુવા)

ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવશે
આ અંગે પાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ તળપદાએ રૂબરૂમાં જણાવ્યું હતું કે અમોએ એમજીવીસીએલને લેખિતમાં જાણ કરી છે કે આ પરિવારો પાલિકા હદ વિસ્તારમાં રહે છે. આ માટે અમોએ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ તથા સાંસદ મિતેષભાઈ પટેલને જાણ કરીશું. જરૂર પડશે તો ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.

એસ્ટિમેટના ર્નિણય વડી કચેરીએથી લેવાય છે
આ અંગે એમજીવીસીએલના કા.પા.ઈ. એલ ટી વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાવીસ પરિવારોએ જ્યાં મકાન બનાવ્યા છે એ સર્વે નંબર ગામતળમાં નહિં હોવાના કારણે તેઓને આટલો એસ્ટિમેટ થયો છે. આવા ર્નિણયો અમારી વડી કચેરીએથી લેવાતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.