Western Times News

Gujarati News

પેટલાદમાં વ્યાયામશાળાના મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

પેટલાદનગરમાં વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી સૂર્યભુવન વ્યાયામશાળા રામનાથ મહાદેવજી ના મંદિર પાસે આવેલી છે  આ વ્યાયામશાળા નો ભવ્ય ભૂતકાળ ફરીથી જીવંત થાય અને તે વ્યાયામવીરોથી ધમધમતી થાય તે માટે તા.૧૫/૯/૧૯ના રોજ વ્યાયામશાળાના મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમારંભનું પ્રમુખસ્થાન શ્રી સી.ડો.પટેલ (પૂર્વ મંત્રીશ્રી, ગુ.રાજ્ય)એ શોભાવ્યું હતું.અતિથિવિશેષ પદ નગરપાલિકાના પ્રમુખશ્રી
[વિઠલભાઈ પટેલ અને વ્યાયામશાળા ના શુભેચ્છક કારોબારી સભ્ય અને દાતાશ્રી ત્રજેશ ભાઇ પરીખે શોભાવ્યું હતું. ગુરુકૃપા વાયરનેટિંગ વાળા શ્રી નૈનેશભાઇ દિનેશભાઇ સોની,લાયન્સ કલબના શ્રી હેમંતભાઇ, રોટરી કલબના શ્રી કલ્પેશભાઈ ત્રિવેદી, ઇનરવહીલ કલબના શ્રીમતી અરુણાબેન ચોકસી, બ્રહ્માકુમારી સેન્ટર માંથી બ્રહ્માકુમારો ભગવતીબેન, બીએડો કોલેજ માંથી શ્રી યોગેશભાઈ પરમાર અને પ્રા. શ્રીમતી નયનાબેન દવે, આટસ કોલેજના પ્રિ. શ્રી વિમલભાઈ જોશી, પાઠશાળાના આચાર્ય શ્રી નંદકિશોરભાઇ ઉપરાંત નગરના અગ્રગણ્ય નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શ્રી બિંદેશ ભાઇ શાસ્ત્રીએ સુંદર શ્લોક ગાન થી ભગવાન શ્રીગણેશજીનું સ્મરણ કરોને કરાવી હતી.પરેશ ભાઈ પટેલે સૌ મહેમાનો નો પરિચય આપી શબ્દો દ્વારા સન્માન આપ્યું.

પછો વ્યાયામશાળા ના કાર્યકર્તાઓ દ્વારા સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું. વ્યાયામશાળા ના મેદાનમાં ફેન્સીંગ કામ પૂર્ણપણે કરો આપી વ્યાયામશાળાને વિકાસ ના માગે આગળ ધપાવવાની શરૂઆત કરો આપનાર શ્રી નૈનેશભાઇ ડી. સૌની નો સંસ્થા તરફથી સન્‍માન કરી આભાર માનવામાં આવ્યો.

શ્રી વ્રજેશ ભાઈ પરીખે વ્યાયામશાળા ના જૂના મધુરા સંસ્મરણો ને આનંદની ભાવના સાથે રજૂ કર્યા હતા અને વર્તમાન માં વ્યાયામશાળા ના સંચાલનમાં પડતી મુશ્કલીઓથી સોને વાકેફ કર્યા હતા. શ્રી સી.ડી પટેલશ્રી એ પણ વ્યાયામ નું મહત્વ સમજાવી વ્યાયામશાળા ની પ્રગતિ માં પોતાનો સાથ સહકાર આપવાનું કહીને રૂપિયા ૧૧,૧૧૧/–વ્યાયામશાળા ને આપવાની જાહેરાત કરો હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.