પેટલાદ: શિક્ષક પરિવર્તનનો અગ્રદૂત છે

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદની બીએડ કોલેજ ખાતે ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિન ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આણંદ એજ્યુકેશન કોલેજના એસોસિયેટ પ્રો.ડો.પિનાકીન યાજ્ઞિકે જણાવ્યું હતું કે શિક્ષક સમાજને નવી દિશા અને દશા આપી શકે છે. શિક્ષક વિદ્યાર્થીના હ્રદયાસન ઉપર બિરાજમાન રાજા છે.
નોખા કે અનોખા આ વ્યવસાયમાં જાેડાયેલ શિક્ષકે જ્ઞાનની ઉપાસના કરવા સાથે સમાજે મૂકેલા વિશ્વાસને પણ નિભાવવાનો છે. શિક્ષક પરિવર્તનનો અગ્રદૂત છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.યોગેશ પરમારે વક્તા ડો. પિનાકીન યાજ્ઞિકનુ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડો.નયના શુક્લ, ડો.દિપીકા ચૌધરી, વિશ્વા શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.