પેટીએમે 0% ફી મારફત અમર્યાદિત ચૂકવણી સાથે વેપારીઓ માટે ઓલ-ઈન-વન QR લોન્ચ કર્યું
અમદાવાદ, ભારતના સૌથી મોટા પેમેન્ટ્સ પ્લેટફોર્મ પેટીએમ (વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિક)એ આજે સમગ્ર દેશમાં વેપારીઓ માટે ઓલ-ઈન- વન ક્યુઆર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ક્યુઆર પેટીએમ વોલેટ, રુપે કાર્ડ્સ અને બધા જ યુપીઆઈ આધારિત પેમેન્ટ એપ મારફત સીધા જ તેમના બેન્ક ખાતામાં 0% ફી મારફત અમર્યાદિત પેમેન્ટ્સ સ્વીકારવા સક્ષમ બનાવશે. આ પ્લેટફોર્મ તેની ‘પેટીએમ ફોર બિઝનેસ’ એપ મારફત બધા જ પેમેન્ટ્સનું એક જ સમાધાન ઓફર કરે છે.
પેટીએમે તેના ઓલ-ઈન-વન પેટીએમ ક્યુઆર સાથે વિવિધ યુટિલિટી વસ્તુઓ પણ લોન્ચ કરી છે, જેમાં કેલક્યુલેટર, પાવર બેન્ક, ઘડિયાળ, પેન સ્ટેન્ડ્ અને રેડિયોનો સમાવેશ થાય છે, જેનો વેપારીઓ તેમની દુકાનોમાં દૈનિક જરૂરિયાતો માટે ઉપયોગ કરી શકે છે. તેણે ડિજિટલ ચૂકવણી સાથેના તેમના સંગઠનને મજબૂત કરવા વેપારીઓના નામ, લોગો અને પિક્ચર્સ સાથે વ્યક્તિગત ક્યુઆર કોડ્સનું અનાવરણ કર્યું છે.
આ ક્યુઆર કોડ મર્ચન્ડાઈઝ સ્ટોરમાંથી તમારા ઘર પર ડિલિવરી માટે ‘પેટીએમ ફોર બિઝનેસ’ એપ પર ઓર્ડર કરી શકાશે. સાઉન્ડબોક્સ સૌથી લોકપ્રિય ક્યુઆર વેપારીઓમાંના એક છે. વેપારીઓમાં તે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે તે વેપારીને પેમેન્ટ રિસિપ્ટની પુષ્ટી સાંભળવા સક્ષમ બનાવે છે. તે બધા જ પેમેન્ટ મોડને સપોર્ટ કરે છે અને તે બહુભાષીય છે. પેટીએમ વેપારીઓ માટે તેના ડાયનેમિક ક્યુઆર સાથે ચૂકવણી કરવાની રીતને વધુ સાનુકૂળ બનાવે છે, જેમાં એક જ ઓર્ડર માટે ચોક્કસ ક્યુઆર કોડ જનરેટ કરી શકેશે, જેને વેપારીઓ કોઈપણ પીઓએસ સિસ્ટમમાં એકીકૃત કરી શકશે.
એક કરોડથી વધુ પેટીએમ પાર્ટનર્સ દ્વારા માત્ર વેપારીઓ માટેની એપ ‘પેટીએમ ફોર બિઝનેસ’નો વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે. તે વેપારીઓને તેમની પેમેન્ટ્સના સંચાલન, એક જ સ્થળે તેમના બધા જ વ્યવહારો જોવા, અન્ય વિવિધ સેવાઓ માટે પેટીએમ ક્યુઆર મર્ચન્ડાઈઝ ઓર્ડર કરવા માટે સક્ષમ બનાવે છે. વેપારીઓ ઋણ, વીમા જેવી અનેકવિધ વ્યાપારિક સેવાઓ અને નાણાકીય સોલ્યુશન્સ પણ મેળવી શકે છે. તેની નવીન ઓફરિંગ પેટીએમ વેપારી ભાગીદારોને કોઈપણ સમયે તેમના બેન્ક ખાતામાં તુરંત પેમેન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. ડિજિટલ પેમેન્ટ્સને વ્યાપક સ્વીકૃતિ માટે પ્રોત્સાહન આપવા પેટીએમ તેની સાથે લાંબા સમયથી જોડાયેલા વેપારી ભાગીદારોને રીવોર્ડ્સ અને કેશબેક પણ ઓફર કરે છે.
પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ જણાવ્યું કે, ‘પેમેન્ટ ક્રાંતિના મોરચે અગ્રેસર રહેતાં અમને વેપારો માટે સમાવિષ્ટ ઓલ-ઈન-વન ક્યુઆર કોડ લોન્ચ કરવાનો અમને ગર્વ છે. પેટીએમ ઓલ-ઈન-વન ક્યુઆર કોડ એક આવશ્યક વ્યાવસાયિક ટૂલ ચે, જે માત્ર એક પેમેન્ટ ક્યૂઆર છે અને તે વેપારીઓને પેટીએમ વોલેટ, બધી જ યુપીઆઈ એપ અને કાર્ડ્સથી સ્વીકારવાની મંજૂરી આપે છે. મને ખાતરી છે કે આ ક્યુઆર ડિજિટલ ઈન્ડિયા મિશનને આગળ લઈ જશે અને ડિજિટલ પેમેન્ટની સુવિધા નહીં ધરાવનારા વેપારીઓ માટે વધુ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવાશે.’
કંપનીએ ‘પેમેન્ટ બિઝનેસ ખાતા’ એક નવી મહત્વની સેવા પણ લોન્ચ કરી છે, જે પેટીએમ ઓલ-ઈન-વન ક્યુઆરની સાથે કોમ્પ્લિમેન્ટરૂપે અપાય છે. આ એપ્લિકેશન પેટીએમ વેપારીઓને તેમના ભાગીદારોને રોકડ અને ઋણ (ઉધાર) સહિત તેમના બધા જ ગ્રાહકોના વ્યવહારોને ડિજિટલ લેજર્સમાં જાળવવા સક્ષમ બનાવે છે. ‘પેમેન્ટ બિઝનેસ ખાતા’ સાથે વેપારીઓ ધિરાણના વ્યવહારો માટે પેમેન્ટ ડ્યુ ડેટ ગોઠવી શકે છે. ગ્રાહકોને તેમની બિલિંગ હિસ્ટ્રી સાથે નોટીફિકેશન મળી જશે અને તેઓ સમાન લિંક મારફત પેમેન્ટ પણ કરી શકશે.