Western Times News

Gujarati News

પેટ્રોલના ભાવમાં સતત ૧૧માં દિવસે વધારો થયો

નવીદિલ્હી: લોકડાઉન બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. બુધવારે ઓઇલ માર્કેટિંગ કંપનીએ સતત ૧૧મા દિવસે પણ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતો ૦.૫૫ રૂપિયાનો વધારો થયો છે, જ્યાર ડીઝલના ભાવમાં ૦.૬૯ રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૭૭.૨૮ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ ૭૫.૭૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે.

મુંબઇમાં હવે પેટ્રોલ ૮૪.૧૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૬૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચેન્નઇમાં લોકોએ એક લીટર પેટ્રોલ માટે ૮૦.૮૬ અને ડીઝલ માટે ૭૩.૬૯ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કલકત્તામાં પેટ્રોલની કિંમત ૭૯.૦૮ અને ડીઝલની કિંમત ૭૧.૩૮ રૂપિયા પહોંચી ગઇ છે.

મંગળવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હવાઇ ઇંધણ (છ્‌હ્લ)ના ભાવમાં ૧૬.૩ ટકાનો વધારો કર્યો છે. દિલ્હીમાં એટીએફની ૧૬ જૂનથી નવી કિંમત ૩૯,૦૬૯.૮૭ રૂપિયા પ્રતિ કિલો લીટર હશે. આ પ્રકારે એટીએફના રેટ કલકત્તામાં ૪૪,૦૨૪.૧૦ રૂપિયા પ્રતિ કિલો લીટર, મુંબઇમાં ૩૮,૫૬૫.૦૬ રૂપિયા પ્રતિ કિલો લીટર અને ચેન્નઇમાં ૪૦,૨૩૯.૬૩ રૂપિયા પ્રતિ કિલો લીટર થઇ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.