પેટ્રોલના ભાવ બેકાબૂઃ દિલ્હીમાં રૂ.૭૪ અને મુંબઇમાં રૂ.૭૯ને પાર
નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત પાંચમાં દિવસે વધારો જોવા મળ્યો છે, જોકે ડીઝલના ભાવમાં આજે કોઇ બદલાવ થયો નથી. છેલ્લા પાંચ દિવસમાં પાટનગર નવી દિલ્ હીમાં પેટ્રોલ પ્રતિલિટર ૭૫ પૈસા મોંઘુ થઇ ગયું છે. રવિવારે જ દિલ્ હીમાં પેટ્રોલમાં પ્રતિલિટરે ૧૨ પૈસાનો વધારો ઝીંકાયો હતો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્ હીમાં લગભગ દોઢ મહિના બાદ ફરીથી પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ.૭૪ને વટાવી ગયો છે.
દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં આજે પેટ્રોલના ભાવ વધીને અનુક્રમે પ્રતિલિટર રૂ.૭૪.૦૫, રૂ.૭૯.૭૧, રૂ.૭૬.૭૪ અને રૂ.૭૬.૯૭ પર પહોંચી ગયા છે, જયારે ડીઝલના ભાવ અનુક્રમે પ્રતિલિટર રૂ.૬૫.૭૯, રૂ.૬૯.૦૧, રૂ.૬૮.૨૦ અને રૂ.૬૯.૫૪ પર પહોંચી ગયા છે. આમ, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૭૬ને વટાવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૦.૫ ટકા ઘટીને પ્રતિ બેરલ ૬૩.૩૧ ડોલર રહ્યો હતો.