પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસા,ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો ઉછાળો
નવીદિલ્હી: ગુરુવારે સ્થિર રહ્યા બાદ શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવાર, ૧૮ જૂન, ૨૦૨૧ નાં ??રોજ પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો કર્યો હતો. વળી ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો ઉછાળો જાેવા મળ્યો હતો. આ વધારા પછી, દિલ્હીનાં બજારમાં પેટ્રોલની કિંમત વધીને ૯૬.૯૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી ડીઝલનાં ભાવમાં વધારા પછી, દિલ્હીમાં ડીઝલનો દર પ્રતિ લિટર ૮૭.૬૯ રૂપિયા પર પહોંચી ગયો છે. વળી અમદાવાદની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ ૯૩.૮૮ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૯૪.૪૬ રૂપિયા પ્રતિ લિટર છે.
છેલ્લા ૨૭ દિવસમાં એટલે કે ૪ મેથી અત્યાર સુધીમાં, પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૬.૬૧ નો વધારો થયો છે. વળી, ડીઝલ પણ આ સમયગાળા દરમ્યાન લિટર દીઠ રૂ.૬.૯૧ મોંઘુ થઈ ગયું છે. આ પહેલા ગુરુવારે ઓઈલનાં ભાવ સ્થિર હતા, જેના કારણે દિલ્હીનાં બજારમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર ૯૬.૬૬ રૂપિયા હતો અને ડીઝલનો ભાવ લિટર દીઠ ૮૭.૪૧ રૂપિયા હતો. બુધવારે પેટ્રોલ ૨૯ પૈસા અને ડીઝલ ૩૦ પૈસા મોંઘુ થયું હતુ.
દેશના શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૬.૬૬ રૂપિયા અને ડીઝલ ૮૭.૪૧ રૂપિયા પ્રતિ લિટર વેચાયું છે.,મુંબઇ- પેટ્રોલ ૧૦૨.૮૨ રૂપિયા અને ડીઝલ રૂ .૯.૮૪ પર પ્રતિ લિટર છે.,ચેન્નઈ – પેટ્રોલની કિંમત ૯૭.૯૧ રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર ૯૪.૦૪ છે.,કોલકાતા- પેટ્રોલ ૯૬.૫૮ રૂપિયા અને ડીઝલ ૯૦.૨૫ રૂપિયા પ્રતિ લિટર છે.,બેંગલુરુ- પેટ્રોલની કિંમત ૯૯.૮૯ રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૯૨.૬૬ રૂપિયા છે.
પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે નક્કી કરવામાં આવે છે. આ સમયે નક્કી કરવામાં આવે છે કે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત શું હશે.
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી, તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. આ સાથે, વિદેશી વિનિમય દરની તેની કિંમતો પર સૌથી વધુ અસર પડે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે? પેટ્રોલ અને ડીઝલની કિંમત વધશે કે ઘટશે તે પણ તે નક્કી કરે છે.