Western Times News

Gujarati News

પેટ્રોલની કિંમતમાં ૩૦ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

નવી દિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલની કિંમતમાં ૩૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૪ રૂપિયાને પાર થઈ ગયો છે.

બીજી તરફ, મુંબઈમાં પેટ્રોલે ૧૧૦નો આંકડો પાર કરી દીધો છે. આજના વધારા બાદ દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૧૦૪.૪૪ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૩.૧૭ રૂપિયા થઈ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલ ૦.૨૯ પૈસા પ્રતિ લીટર વધીને રૂ.૧૦૧ને પાર થઈ ગયું છે.

આ મહિને પહેલી તારીખે પેટ્રોલ જ્યાં ૨૫ પૈસા મોંઘું થયું હતું ત્યાં બીજી તરફ ડીઝલ પણ ૩૦ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. ગત મહિનાના આખર તારીખોથી ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો જે આજે પણ ચાલુ છે.

આમ પણ હાલના સમયમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એક વાર ૮૨ ડૉલરને પાર થઈ ગઈ છે. તેથી પેટ્રોલિયમ પ્રોડક્ટસ મોંઘી થઇ છે. પેટ્રોલ આ મહિને ૨.૮૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. તો બીજી તરફ, ડીઝલ પણ ૩.૩૦ રૂપિયા જેટલું મોંઘું થયું છે.

દિલ્હીમાં પેટ્રોલ ૧૦૪.૪૪ રૂપિયા અને ડીઝલ ૯૩.૧૮ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ ૧૧૦.૪૧ રૂપિયા અને ડીઝલનો ભાવ ૧૦૧.૦૩ રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૧.૭૯ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૭.૫૯ રૂપિયા પ્રતિ લીટર. કોલકાતામાં પેટ્રોલ ૧૦૫.૦૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૮ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.