પેટ્રોલની કિંમત ૮૨ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ
નવી દિલ્હી: ૪૮ દિવસની સ્થિરતા બાદ આ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એનો મતલબ એવો છે કે સરકારી ઓઇલ કંપનીઓએ ફરીથી ભાવ વધારાની શરૂઆત કરી દીધી છે. પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા દેશની આર્થિક રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે પેટ્રોલની કિંમત ૮૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર ૭૨ રૂપિયા થઈ છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર ઘરેલૂ બજાર પર થઈ રહી છે. નિષ્ણાતોનું માનીએ તો ક્રૂડમાં શૉર્ટ ટર્મમાં તેજી ચાલુ રહેશે, ક્રૂડ ઝડપથી ૫૦ ડૉલર પ્રતિ બેરલના સ્તર પર આવી શકે છે. કોરોના વેક્સીન અંગે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે તેને લઈને ક્રૂડ માર્કેટને ટેકો મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ઘટાડો અને કોરોના રસી અંગે સારા સમાચારને લઈને ક્રૂડ ઓઇલને ટેકો મળી રહ્યો છે. નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે.
એચપીસીએલ ગ્રાહક એસપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.