પેટ્રોલની કીંમતોમાં ફરી વધારો કરવામાં આવ્યો
નવીદિલ્હી, દેશમાં પેટ્રોલની કીંમતોમાં આજે વધારો નોંધાયો છે જો કે ડીઝલની કીમતો હજુ પણ સ્થિર બનેલ છે ડીઝલની કીમતોમાં ગત ૨૧ દિવસોમાં કોઇ પરિવર્તન આવ્યું નથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં ૧૬ પૈસાનો વધારો થયો આ વધારાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૩૫ રૂપિયા પ્રતિલીટર થઇ ગયા છે
જયારે ડીઝલ પોતાના જુના ભાવ ૭૩.૫૬ પૈસા પ્રતિ લીટર પર જ બની રહેલ છે દિલ્હી સાથી જ દેશના બીજા મહાનગરોમાં પણ આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.
માયાનગરી મુંબઇની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા વધારો થયો છે હવે મુંબઇમાં પેટ્રોલના ભાવ ૮૮.૦૨ રૂપિયા લીટર થઇ ગયા છે.જયારે ડીઝલના ભાવ ૮૦.૧૧ રૂપિયા પ્રતિલીટર છે.કોલકતામાં પેટ્રોલ ૧૫ પૈસાના વધારા સાથે તેનો ભાવ ૮૨.૮૭ પ્રતિ લીટર થયો છે જયારે ડીઝલ પોતાના જુના ભાવ ૭૭.૦૬ રૂપિયા પ્રતી લીટર પર જ મળી રહ્યાં છે.
જયારે ચેન્નાઇમાં આજે પેટ્રોલ ૧૪ પૈસાના વધારા સાથે ૮૪.૪૦ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે અને ડીઝલ પોતાના જુના ભાવ ૭૮.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.નોઇડામાં પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસાના વધારા સાથે ૮૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ ૭૩.૦૩ના ભાવે વેચાઇ રહ્યું છે.HS