પેટ્રોલની વધતી કિંમતોએ ફરી તોડી સામાન્ય માણસની કમર
નવીદિલ્હી, સરકારી તેલ કંપનીઓ તરફથી આજે રાહતના સમાચાર એ છે કે ડીઝલની કિંમતોમાં તેઓએ કોઇ વધારો કર્યો નથી પેટ્રોલની કીંમતમાં શુક્રવારે ફરી એરવાર ૦૯.૧૧ પૈસાનો વધારો કરાયો છે આ પહેલા ૩૦ જુલાઇએ દિલ્હી સરકારે ડીઝલના ભાવમાં ૮.૩૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો તેનાથી દિલ્હીમાં ડીઝલના ભાવ ૭૩.૫૬ રૂપિયા પ્રતિ લિટર થયા હતાં.
દેશના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે દિલ્હીમાં પેટ્રોલ ૭૩.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૧.૯૪ રૂપિયા પ્રતિ લિટર છે.મુંબઇમાં ૮૦.૧૧ અને ૮૮.૫૮ રૂપિયા, કોલકતા ૭૭.૦૬ અને ૮૩.૪૩ રૂપિયા અને ચેન્નાઇમાં પેટ્રોલ ૭૮.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૪.૯૧ રૂપિયા પ્રતિ લિટર છે.
વિદેશી મુદ્રા દરની આંતરરાષ્ટ્રીય બજારમાં કુડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડયા બાદ તેના ભાવ ડબલ થાય છે એ યાદ રહે કે રોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.રોજના રેટ તમે એસએમએસની મદદથી પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરપીએસ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ પર બીપીસીએલ ગ્રાહકો આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર મેસેજ મોકલી ભાવ જાણી શકે છે.HS