પેટ્રોલનું બિલ ચૂકવતી વખતે જાેવા મળશે મોદી સરકારનો વિકાસ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે હાલ અમુક મોટા શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર વેચાઈ રહ્યું છે. સતત વધી રહેલા ભાવને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજથી ઘણા રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ પેટ્રોલ પમ્પ પર બિલ આપતા સમયે તમને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો મોંઘો વિકાસ દેખાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ટેક્સ વસુલી મહામારી’ની લહેર આવી રહી છે. મહત્વનું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પોતાના રકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. રાજધાની દિલ્હીમાં જ પેટ્રોલ ૯૫ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ છે. ત્યાં જ ડીઝલના ભાવ ૮૬.૨૨ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યો અને શહેરોમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. જાેકે આ પ્રક્રિયા ૧ જૂનથી જ શરૂ થઈ ગઈ હતી પરંતુ હવે વધુ છુટ છાટ આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરતમાં પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો, રાજકોટમાં પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસા વધ્યા જ્યારે વડોદરામાં પેટ્રોલમાં ૨૬ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પણ કિંમતોમાં ૨૬-૨૭ પૈસા અને ડીઝલમાં ૨૯-૩૧ પૈસાનો વધારો થયો છે. ૪ મે બાદ ૧૯ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. તો અમદાવાદમાં પણ પેટ્રોલના ભાવ ૯૨એ પહોંચ્યા છે. આમ શહેરમાં પેટ્રોલનો ભાવ ૯૨ રૂપિયા અને ડીઝલનો ભાવ રૂ.૯૨.૫૫ પર પહોં છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે પેટ્રોલના ભાવ રૂ. ૯૧.૭૪ અને ડીઝલનો ભાવ રૂ.૯૨.૨૪ હતો.