પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ રૂપિયા ૯૮.૯૩ થયો
અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલનો પ્રતિ ૧ લીટરનો ભાવ રૂપિયા ૯૮.૯૩ પૈસા પર પહોંચ્યો છે. જ્યારે કે, ડીઝલનો પ્રતિ ૧ લીટરનો ભાવ રૂપિયા ૯૭.૪૬ પૈસા પહોંચી ગયો છે.
પેટ્રોલ ડીઝલમાં થયેલો આ તોતિંગ ભાવવધારો લોકોને આર્થિક રીતે ભાંગી નાંખશે. આજે પેટ્રોલમાં ૨૪ પૈસા અને ડીઝલમાં ૩૩ પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોના બજેટ પર ભારણ પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, કોરોનાકાળમાં તેમની આવક ઘટી છે અને તેની સામે સતત જીવન જરૂરિયાતી વસ્તુઓનો ભાવ વધારો થઈ રહ્યો છે. આ કારણે લોકો વાહનોનો ઉપયોગ ટાળી રહ્યા છે. સાથે જ તેમને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે.
વાહન ચાલકો માટે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી ચાલકો માટે પણ માઠા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી ગેસના ભાવોમાં વધારો થયો છે. સીએનજી ગેસ ના ભાવમાં ૨.૫૬ રૂપિયાનો વધારો થયો છે. આજથી સીએનજીમાં નવો ભાવ લાગુ પડશે. સીએનજીનો જૂનો ભાવ ૫૬.૩૦ રૂપિયા હતો, જે હવે વધીને ૫૮.૮૬ રૂપિયા થયો છે.
આમ, હવે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ૧૦૦ રૂપિયા નજીક પહોંચવા આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. દેશભરમાં આ ભાવવધારો લાગુ થઈ રહ્યો છે.
તમે તમારા ઘરે બેઠા જીસ્જી દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઈલથી ઇજીઁ સાથે સિટી કોડ દાખલ કરીને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મેસેજ મોકલશે. તમને ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. સંદેશ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે.SSS