પેટ્રોલપંપ ઉપર બે લૂંટારૂઓ રેઇનકોટ પહેરીને આવ્યા, લૂંટ ચલાવીને ફરાર
સાપુતારા, તાપી જિલ્લાના વ્યારાના માયપુરમાંમાં સુરત-ધુલિયા હાઇવે પર આવેલા એક પેટ્રોલ પમ્પમાં બે લૂંટારૂઓએ ફિલ્મી ઢબે છરો અને બંદૂક બતાવી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ ફિલ્મી ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ હતી.
જાેકે, સીસીટીવી વીડિયો અને વાયરલેસ મેસેજના પગલે પોલીસ સતર્ક થઈ હતી. લૂંટારૂઓ મોટરસાયકલ પર આવી અને લૂંટ કરીને ફરાર થઈ રહ્યા તેવામાં આ લૂંટારૂઓને પકડવા માટે તાપી સહિત ડાંગમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી વખતે આ લૂંટારૂઓ પોલીસના હાથમાં આવી જતા તેને સાપુતારા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાવની વિગતો એવી છે કે ગઈકાલે સવારે વ્યારા જિલ્લામાં આવેલા માયપુર પાસે પેટ્રોલ પમ્પમાં લૂંટની ઘટના સામે આવી હતી. વ્યારાના માયપુર પાસે સુરત-ધુલિયા હાઇવે પરનાં એસ્સાર પેટ્રોલપમ્પ પર બાઇક સવાર બે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી.
પહેલાં તો આ લૂંટારૂઓ રેઇનકોટ પહેરીને આવ્યા અને ગ્રાહકના સ્વાંગમાં જ આવ્યા હતા. લૂંટના આરોપીઓને સીસીટીવીના આધારે ઝડપી પાડવા પોલીસ વિભાગ કામે લાગ્યું હતું, અને દરેક જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી જેમા ડાંગ જિલ્લા પોલીસે કરેલ નાકબંધીમાં ૨ શંકાસ્પદ ઇસમો પકડાઈ જતા તેની તપાસ અને પૂછપરછ દરમિયાન ૨ મોટા છરા અને બનાવટી પિસ્તોલ મળી આવી હતી.