Western Times News

Gujarati News

પેટ્રોલમાં ફ્યુઅલ-ગ્રેડ ઈથેનોલના જથ્થાને વધારવાની પ્રણાલીમાં પ્રગતિ

Files Photo

અમદાવાદ, છેલ્લાં બે દાયકાથી ભારત, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ(ઈબીપી) કાર્યક્રમ અંતર્ગત વાહનોમાં, ખાસ કરીને ટુ અને ફોર વ્હીલર્સ માટે પેટ્રોલમાં ફ્યુઅલ-ગ્રેડ ઈથેનોલના જથ્થાને વધારવાની પ્રણાલી વિકસાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટમાં છેલ્લાં કેટલાંક સમયથી જાેવાઈ રહેલી અનિશ્ચિતતા અને અસ્થિરતા તથા ડિકાર્બનાઈઝેશન પર મુકાઈ રહેલા ભારને કારણે ઈબીપીના વિવિધ લાભો વધુ સ્પષ્ટ થવાને લીધે તાજેતરના વર્ષોમાં આ પ્રયાસમાં વધારો થયો છે.

દેહરાદુનની ઈન્ડીયન ઈન્સટીટ્યુટ ઓફ પેટ્રોલિયમના ડાયરેકટર – સીએસઆઈઆર ડો. અંજન રેના જણાવ્યા અનુસાર વર્તમાન સરકારે ઇબીપી કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સુધારા કર્યા છે.

જેમાં ખાંડ પરના નિયંત્રણો દૂર કરવા, ૨૦૧૪થી ઓએમસી દ્વારા ખરીદવામાં આવતા ઈથેનોલનું કિંમત નિર્ધારણ, જૈવિક બળતણ પરની રાષ્ટ્રીય નીતિ – ૨૦૧૮નું પ્રકાશન, ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટમાં ૨૦૧૭થી સુધારા, બ્લેન્ડિંગ માટેના ઇથેનોલની ખરીદી પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવો,

ઇથેનોલના ઉત્પાદન માટે વૈકલ્પિક માર્ગ એટલે કે શેરડીનો રસ, ખાંડ અને ખાંડની ચાસણી, બી હેવી મોલાસ, સી હેવી મોલાસ, માનવ વપરાશ માટે અયોગ્ય અનાજ, સરપ્લસ ચોખા અને મકાઈ, ઇન્ટરેસ્ટ સબવેન્શનની રજૂઆત, ઇથેનોલ સપ્લાયર્સ અને ઓએમસી વચ્ચે લાંબા ગાળાના કરારો,

વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ઇથેનોલ મિશ્રણ માટે રોડમેપ પર નિષ્ણાત સમિતિનો અહેવાલ જાહેર કરવો, વર્ષ ૨૦૨૧થી મહારાષ્ટ્રમાં પૂણેમાં પ્રાયોગિક ધોરણે પરિવહન ઇંધણ તરીકે ઇ૧૦૦નું વેચાણ કરવાની મંજૂરી આપવી વગેરેનો સમાવેશ થાય છે.

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) પ્રોગ્રામ અંગેઓએમસીનો પરિપ્રેક્ષ્ય: ઓએમસીએ ૨૦૦૬માં પ્રાયોગિક ધોરણે દેશમાં ઇથેનોલ મિશ્રણની શરૂઆત કરી હતી,

જે ખાંડનું વધુ ઉત્પાદન ધરાવતાં રાજ્યોમાં ૫ ટકા મિશ્રણ કરે છે.ભારતમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ઇથેનોલનાં મિશ્રણ માટેનાં રોડ મેપને પગલે જૂન, ૨૦૨૨માં ઓએમસીએ ૧૦ ટકા ઇથેનોલનું મિશ્રણ હાંસલ કર્યું છે અને તેની ઉપલબ્ધતા ૪૫૦ કરોડ લિટરને આંબી જાય તેવી શક્યતા છે.

ડો. અંજન રેના જણાવ્યા અનુસાર ઓએમસીએ હવે લાંબા ગાળાનાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત આગામી ૧૩૧ સમર્પિત ઇથેનોલ પ્લાન્ટ્‌સ (મુખ્યત્વે અનાજ આધારિત)ને ખરીદીની ખાતરી આપવામાં આવી છે, જે દર વર્ષે આશરે ૭૫૦ કરોડ લિટરનાં દરે ઇથેનોલનાં ઉત્પાદનની ક્ષમતા વધારશે. આ પ્લાન્ટ્‌સમાં આશરે ૪૦,૦૦૦ કરોડનું રોકાણ થશે અને દેશમાં આશરે ૩ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.ઇથેનોલની ખરીદીમાં આશરે રૂ. ૪૭,૦૦૦ કરોડનો વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા સંમિશ્રણને ધ્યાનમાં રાખીને ૧૦૧૬ કરોડ લિટરનાં ઇથેનોલનાં મિશ્રણથી ગ્રીનહાઉસ વાયુનાં ઉત્સર્જનાં૨૦૦ લાખ મેટ્રિક ટનનો ઘટાડો થશે. બ્લેન્ડિંગ લક્ષ્યાંકોને અનુરૂપ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી રહી છે

અને ટેન્ક વેગન્સ દ્વારા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અને પ્યોર ઇથેનોલનું પરિવહન પણ શરૂ કર્યું છે.ડો. અંજન રેના જણાવ્યા અનુસાર ઓએમસી સેકન્ડ જનરેશન ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ પણ સ્થાપિત કરી રહ્યા છે. આ પ્લાન્ટ્‌સ ઇથેનોલના ઉત્પાદન માટે કાચા માલ તરીકે ડાંગરના ભૂસાનો ઉપયોગ કરે છે. હાલમાં દેશમાં ડાંગરના આ ભૂસાં ખેતરોમાં બાળી દેવામાં આવી રહ્યાં છે જેના પરિણામે આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.