પેટ્રોલમાં ૧૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૫ પૈસા ઘટાડો નોંધાયો
નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે ઘટાડો નોંધાયો છે.જિલ્હી સહિત દેશના મોટા મહાનગરોમાંઆજે પેટ્રોલઅને ડીઝલના ભાવમાં ધટાડો નોંધાયો છે જેમાં દિલ્હીમાં આજે પેટ્રોલની કીંમતમાં૧૪ પૈસાનો ધટાડો થયોછે જેથી પેટ્રોલની કીંમત ૭૫.૪૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે જયારે ડીઝલના ભાવ આજે ૧૫ પૈસા સસ્તો થઇ ૬૮.૭૭ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે.
કોલકતામાં પેટ્રોલ ૭૮ રૂપિયા અને ડીઝલ ૭૧.૧૩, મુંબઇમાં ૮૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૭૨.૧૧ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું હતું.ચેન્નાઇની વાત કરીએ તો અહીં પેટ્રોલમાં આજે ૧૫ પૈસાનો ધટાડો આવ્યો જેથી પેટ્રોલ ૭૮.૩૪ રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું હતું અને ડીઝલ ૧૬ પૈસાના ઘટાડાની સાથે ૭૨.૬૭ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે. રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ ૭૯.૨૯રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૯૧ રૂપિયા પ્રતિસીટર પર વેચાઇ રહ્યું હતું. નોઇડા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે પેટ્રોલ ૭૬.૫૭ અને ડીઝલ ૬૯.૦૪ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યુંછે.જયારે ગુરૂહગ્રામમાં પેટ્રોલ ૭૪.૭૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૬૭.૬૪ રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું હતું.