પેટ્રોલમાં ૨૬ પૈસાનો અને ડીઝલમાં ૭ પૈસાનો વધારો
નવી દિલ્હી: એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૪ જૂને પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધારી દીધા છે. સતત થઈ રહેલા ભાવવધારા બાદ ઈંધણની કિંમતો ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત આજે ૨૬ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૭ પૈસા પ્રતિ લીટર વધી છે.
આ વધારા બાદ દેશની રાજધાનીમાં એક લીટરશ પેટ્રોલનો ભાવ ૯૭.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર પર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગત એક મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ ૧૨ ટકા સુધી વધી ગયો છે. ૪ મે બાદથી સતત થઈ રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ ૭.૩૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭.૫૭ રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયું છે. જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, બંસવાડા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગ્ગા, મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ અને લેહ પણ સામેલ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.