પેટ્રોલિંગમાં જઈ રહેલા લુણાવાડાના મામલતદારની કાર લકઝરી સાથે અથડાઈ
લુણાવાડાના મામલતદાર તરીકે યુવાન વયના રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો હતો. ગત રાત્રીએ મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન લુણાવાડા તાલુકાના ખલાસપુર પાસે લક્ઝરી બસ સાથે તેમની ગાડીનો અકસ્માત થયો હતો.
લુણાવાડાના મામલતદાર તરીકે યુવાન વયના રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો હતો. ગત રાત્રીએ મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન લુણાવાડા તાલુકાના ખલાસપુર પાસે લક્ઝરી બસ સાથે તેમની ગાડીનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગાડીના ડ્રાયવર અને મામલતદારનુ મોત નિપજ્યુ હતુ.
રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને પોતાના ઝડપી કામોના કારણે લુણાવાડા તાલુકામાં લોકપ્રિય બન્યા હતા. પોતાના કામને લઈને જ મામલતદાર રાકેશ ડામોર રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં નિકળ્યા હતા.
જ્યાં ખલાસપુર પાસે લુણાવાડા તરફ આવી રહેલ એક લક્ઝરી બસ સાથે મામલતદારની ગાડીનો અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં મામલતદાર અને તેમના ડ્રાયવર વિરાજ પગીનુ મોત નિપજ્યુ હતુ. અકસ્માતના દુઃખદ સમાચારથી મહિસાગર જિલ્લામાં અને વહીવટી તંત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.