પેટ્રોલિંગ પર નીકળેલા ઈન્સપેક્ટરે કારમાં ફસાયેલા બાળકને બચાવ્યો
સુરત, સુરતના ઉધના વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક કારમાં રમી રહ્યો હતો, તે વેળાએ કાર અંદરથી અચાનક લોક થઇ ગયી હતી. થોડા સમય બાદ સ્થાનિકોએ બાળકને કારમાં જાેતા જ અહીં મોટી સંખ્યામાં લોક ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ લોકો ટોળું જાેઈ ઉધના પી.આઈ. પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અને બાદમાં કારનો કાચ તોડી બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ઉધનામાં સાંઈ સમર્પણ સોસાયટી પાસે રહેતા મોહનલાલ પ્રજાપતિના બંને બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. તે વેળાએ બાળકો તેમની કાર પાસે રમી રહ્યા હતા. ગાડી લોક ન થઇ જાય તે માટે પિતાએ પાછળનો દરવાજાે ખોલીને પણ રાખ્યો હતો. અને બાદમાં તેઓને ફોન આવતા તેઓ ફોન પર વાત કરતા કરતા સાઈડ પર જતા રહ્યા હતા. ત્યારે અચાનક એક બાળકે ગાડીનો દરવાજાે લોક કરી દીધો હતો.