Western Times News

Gujarati News

જેઠીપુરા નજીક પોલીસની પેટ્રોલીંગ ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત

(કમલેશ નાયી, નેત્રામલી): ઇડર તાલુકાના જાદર- અરોડા માગૅ ઉપર જેઠીપુરા પાટીયા નજીક સોમવાર સાંજના અરસામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનના અમલસારુ જાદર પોલીસ દ્વારા ઇકો કાર લઇ ને બાજુના ગામોમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમય દરમ્યાન આ રોડ ઉપર પૂર ઝડપે પસાર થઇ રહેલી બાઇક સામે આવી રહેલી ઇકો કાર સાથે જોરદાર અથડાતાં બાઇક ઉપર સવાર બંને જણાં મૃત્યુ પામ્યા હતા અને ઇકોમાં સવાર ત્રણ જણાને ઇજાઓ થવા પામી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ જાદર – અરોડા માગૅ ઉપર જેઠીપુરા પાટીયા નજીક સોમવાર સાંજ ના સમય દરમ્યાન કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનના અમલ અનુસરે જાદર પોલીસ આ માગૅ ઉપરથી ઇકો કાર લઈને પસાર થઇ રહી હતી તે સમય ગાળા દરમ્યાન સાચોદર ગામના યુવાન ચેતનસિહ રામસિંહ મકવાણા અને પાછળ સવાર શંકરભાઈ કુંભાભાઈ ગમાર રહે. સેબલિયા તા.પોશીના બંને જણાં પૂરઝડપે બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા.

તે સમયે બાઇક સવાર ઇકો કારની સામે જોરદાર અથડાતાં બંને જણાં ના મોત નીપજ્યા હતા અને ઇકોમા સવાર ત્રણ પોલીસ કર્મીઓને ઇજાઓ થવા પામી હતી. પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઇ કાંતીભાઇની ફરિયાદ અનુસાર જાદર પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.