પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ૧૦ દિવસમાં નોંધપાત્ર ઘટાડો
નવી દિલ્હી: તેલની કિંમતોમાં હાલમાં ભારે ફેરફારની સ્થિતી જાવા મળી રહી છે. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નોંધપાક્ષ ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૧૦ દિવસમાં સવા રૂપિયા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ગ્રાહકોને સીધો લાભ આના કારણઁ થઇ રહ્યો છે. કારણ કે ફ્યુઅલ સસ્તુ થવાની સ્થિતિમાં અન્ય ખર્ચની સંભાવના વધી જાય છે.
જા કે લીબિયા સંકટના કારણે ફરી એકવાર કિંમતોમાં વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આફ્રિકી દેશમાં આંતરિક સમસ્યા સર્જાઇ ગઇ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થઇ જાય છે. લીબિયા સંકટના કારણે સામાન્ય લોકોની પરેશાની વધી શકે છે. જાણકાર લોકોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉતારચઢાવની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જાવા મળી રહી છે. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે.