પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધટાડો નોંધાતા જનતાને રાહત
નવીદિલ્હી, દેશભરમાં આ મહિને સતત અનેકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાથી સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ ૨૬ પૈસા પ્રતિ લીટર ઘટીને ૮૧.૧૪ રૂપિયા અને ડીઝલ ૨૫ પૈસા ધટીને ૭૨.૦૨ રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે બીજી તરફ ગઇકાલે પેટ્રોલનો ભાવ ૧૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૧૯ પૈસા પ્રતિ લીટર ઓછો થયો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા તેલના ભાવમાં ઘણી તેજી જાેવા મળી હતી.
દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૧૪ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિલીટર ૭૨.૦૨ રૂપિયા છે.મુંબઇમાં પેટ્રોલ ૮૭.૮૨ રૂપિયા અને ડીઝલ ૭૮.૪૮ ર-રૂપયા પ્રતિ લીટર છે.કોલકતા પેટ્રોલ ૮૨.૬૭ રૂપિયા અને ડીઝલ ૭૫.૫૨ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઇ પેટ્રોલ ૮૪.૨૧ રૂપિયા અને ડીઝલ ૭૭.૪૦ રૂપિયા પ્રતિ લિટર છે રોજ સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઇ જાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજો જોડયા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે .વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ શું છેે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે સવારે છ વાગે નવા દર લાગુ થાય છે.HS