પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
નવીદિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બંને ઈંધણના ભાવ ૨૬ મેના રોજ સ્થિર છે. કાલે પેટ્રોલના ભાવમાં ૨૩થી ૨૫ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડીઝલના ભાવમાં લગભગ એટલો જ વધારો ઝીંકાયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલનો ભાવ ૯૩.૪૪ રૂપિયા છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ ૮૪.૩૨ રૂપિયા છે.
નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જાેડ્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે.જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ દિલ્હી- પેટ્રોલ ૯૩.૪૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૯૯.૭૧ રૂપિયા અને ડીઝલ ૯૧.૫૭ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૦૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ ૯૩.૪૯ રૂપિયા અને ડીઝલ ૮૭.૧૬ રૂપિયા પ્રતિ લીટર છે.