પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર નહીં

નવીદિલ્હી: દેશના તમામ શહેરોમાં હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ચૂક્યા છે. મે મહિનામાં સમયાંતરે થયેલા ભાવવધારાના કારણે અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. નોંધનીય છે કે, સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં ૧૭ દિવસમાં જ પેટ્રોલ ૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ ૪.૬૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ દિલ્હી- પેટ્રોલ ૯૪.૪૯ રૂપિયા અને ડીઝલ ૮૫.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૨.૬૯ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૯૯ રૂપિયા અને ડીઝલ ૯૦.૧૨ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ ૯૪.૫૦ રૂપિયા અને ડીઝલ ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર છે.જયારે જે શહેરોમાં પેટ્રોલનો ભાવ ઓલટાઇમ હાઇ છે તેમાં જયપુરમાં પેટ્રોલ ૧૦૧.૦૨ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૯ રૂપિયા પ્રતિ લીટર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૫.૫૨ રૂપિયા અને ડીઝલ ૯૮.૩૨ રૂપિયા પ્રતિ લીટર,મધ્ય પ્રદેશના રીવમાં પેટ્રોલ ૧૦૪.૮૨ રૂપિયા અને ડીઝલ ૯૫.૯૫ રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ ૧૦૫.૧૮ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૮ રૂપિયા પ્રતિ લીટર